Rajkot : ગોઝારો ગુરૂવાર! રાજકોટમાં અકસ્માતની અનેક ઘટનાઓ સર્જાઈ, એક ઘટનામાં બે લોકોના મોત થયા જ્યારે બીજી ઘટનામાં...


  • Published By :
  • Published Date : 2024-06-20 16:29:05

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થઈ ગયા છે. અકસ્માત થવાને કારણે અનેક પરિવારના માળા વિખેરાઈ ગયા છે. રફતારના કહેરને કારણે અનેક અકસ્માત સર્જાય છે. ત્યારે રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે. એવી માહિતી સામે  આવી છે કે ગાડીમાં પંચર હતું તેમ છતાંય તેણે ગાડી ચલાવી અને અનેક લોકોનો જીવ જોખમમાં મૂક્યો છે.

News18 Gujarati


News18 Gujarati

બે ગાડીઓ વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત 

બેફામ રીતે ગાડી ચલાવવાને કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે. અકસ્માતને કારણે લોકો મોતને પણ ભેટે છે. ઘણી વખત ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. કોઈ વખત ઓવરસ્પીડિંગને કારણે તો કોઈ વખત રોંગ સાઈડ વાહનો આવવાને કારણે મોત લોકોના થયા છે. અનેક વખત બેદરકારીને કારણે અકસ્માત સર્જાય છે. રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માતની ઘટના બની છે, જેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. બે કાર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.



ઘટનામાં બે લોકોના થયા મોત 

આ અકસ્માત બે ગાડીઓ વચ્ચે સર્જાયો છે જેમાં એક ગાડી ઈનોવા એને ટ્રાઈબર ગાડી વચ્ચે સર્જાયો છે. એવી માહિતી સામે આવી છે કે ઈનોવા કારમાં પાંચ લોકો સવાર હતા જેમાંથી બે લોકોના મોત થયા છે. ડ્રાઈવર સહિત એક મહિલા મોતને ભેટી છે. ઈજાગસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મૃતકો જસદણ અને ગોંડલના રહેવાસી છે. 




ગાડીએ અનેક ગાડીઓને અડફેટે લીધી...

બીજી જે ઘટના સર્જાઈ છે તે સુભાષનગરમાં સર્જાઈ છે. તથ્યવાળી થતા બચી ગઈ છે. પંચર હોવા છતાંય ડ્રાઈવરે ગાડી ચલાવી અને લોકોના જીવને જોખમમાં મૂક્યા. ચુડાસમા પ્લોટ વિસ્તારમાં આ ઘટના બની છે. વાહનો અડફેટે આવી ગયા હતા. ગાડી એટલી સ્પીડમાં હતી કે જો કોઈ વ્યક્તિ ત્યાં હોત તો તે પણ અડફેટે આવી ગયા હોત. એવી માહિતી સામે આવી છે કે સીસીટીવી મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને ડ્રાઈવરની અટકાયત કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.