રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક દીપડાના ધામા, વનવિભાગની 6 ટીમો કામે લાગી


  • Published By :
  • Published Date : 2023-12-28 16:25:42

સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાનો આતંક વધી રહ્યો છે, રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ દીપડો 3-4 વર્ષનો છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલા રૈયાધાર વિસ્તારમાં દીપડો જોવા મળતા વન વિભાગ એક્શનમાં આવ્યો છે. વિભાગની ટીમ દીપડાને પકડવા માટે પહોંચી હતી, ટીમના સભ્યોએ મોડી રાત સુધી શોધખોળ ચલાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિક્યુરિટી વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. લોકોને આ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ બેરીકેટ પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા.


આ વિસ્તારોમાં જોવો મળ્યો દીપડો


દીપડાનો પકડવા માટે ફોરેસ્ટ વિભાગની 6 જેટલી ટીમો કામે લાગી છે. અત્યાર સુધીમાં જે-જે વિસ્તારમાં દીપડો દેખાયો ત્યાંની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ નજીક  દીપડો દેખાયો હતો. ત્યાર બાદ મુજકા ગામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા ચાવી હતી. જે પછી કૃષ્ણનગર ગામમાં અને પછી રામનગર ગામમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ફરી દીપડો રામનગર ગામમાં આવ્યો હતો અને અહીંયા કુતરાનું મારણ કર્યું હતું. ત્યાર બાદ દીપડો રાજકોટ શહેરમાં આવી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.