Rajkot Loksabha Seatના ઉમેદવાર Paresh Dhananiએ શેર કરી કવિતા, કવિતાથી કર્યા ભાજપ પર પ્રહાર! જાણો શું લખ્યું છે કવિતામાં?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-04 17:16:59

રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ઉમેદવારોને કારણે થઈ રહી છે.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવદેનને કારણે થાય છે અથવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી કવિતાને કારણે થાય છે.. પરેશ ધાનામી દ્વારા અનેક કવિતાઓ મૂકવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કવિતા શેર કરી છે જેમાં તેમણે લખ્યું છે સરદારના અસલી વારસોએ...

પરેશ ધાનાણી અનેક વખત કરી છે કવિતા પોસ્ટ

ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે..ઉમેદવારો, નેતાઓ તેમજ રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.. પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. કલાકો પછી પ્રચાર પડઘમ શાંત થઈ જશે. સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ઉમેદવારો પ્રચાર માટે કરી રહ્યા છે. પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતાઓ પોસ્ટ કરવામાં આવતી હોય છે.. કવિતા ટ્રેન્ડમાં હતી.. ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ પર પરેશ ધાનાણી કવિતા લખે છે.. ત્યારે ફરી એક વખત કવિતા શેર તેમણે કરી છે જેમાં તેમણે સિંઘમ ફિલ્મની ક્લીપ મૂકી છે.. 


ફરી એક વખત પરેશ ધાનાણીએ કરી કવિતા શેર !      

થોડા દિવસ પહેલા ગુજરાતમાં કવિતા ટ્રેન્ડ જોવા મળ્યો હતો.. રાજનેતાઓમાં રહેલો કવિ અચાનક જાગી ગયો હતો. અનેક નેતાઓ દ્વારા કવિતાઓ શેર કરવામાં આવી હતી. રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા અનેક વખત કવિતા શેર કરવામાં આવી હતી.. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ તેમણે અનેક કવિતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી હતી ત્યારે ફરી એક શેર કરી છે.

 

પરેશ ધાનાણીએ કવિતા શેર કરતા લખ્યું કે - 


""સિંઘમ-3 ની શરુઆત""


"સરદાર" ના અસલી વારસોએ

હવે ખુદજ "સિંઘમ" બની અને,


સતાની એડીએ "અઢારેય વર્ણ"

પર અત્યાચાર કરનારા બધાજ

"જયકાંત શીકરે" ના..,


"અહંકાર"ને ઓગાળવાની લડાઈ

આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!



ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.