Rajkot Loksabha : Parshottam Rupala સામે Congress આ પાટીદાર નેતાને મેદાને ઉતારશે? Paresh Dhananiએ ચૂંટણી લડવાની ના પાડતા સર્જાઈ આ પરિસ્થિતિ!


  • Published By :
  • Published Date : 2024-03-27 12:30:53

ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરાયા બાદ કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરતા પહેલા અનેક સમીકરણો પર ધ્યાન આપી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ કોને ટિકીટ આપી શકે તેની ચર્ચાઓ ચાલી રહી છે. હિતેશ વોરાને કોંગ્રેસ આ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે તેવી વાતો હાલ થઈ રહી છે.   

જ્યારે પરષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકીટ આપવામાં આવી ત્યારે.. 

રાજકોટ બેઠક પર હાલ કોંગ્રેસ ઉમેદવારને ઉતારતા પહેલા મનોમંથન કરી રહ્યું છે. પહેલા એવી વાત હતી કે પરેશ ધાનાણીને પરષોત્તમ રૂપાલા સામે ઉતારશે પણ પરેશ ભાઈએ તો ચૂંટણી લડવાનીના પાડી દીધી એટલે હવે કોણ? એ મોટો પ્રશ્ન હતો.. પણ હવે વાતો થઈ રહી છે કે હિતેશ વોરાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડાવશે! હિતેશ વોરા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે રાજકોટના સમીકરણો સમજીએ તો આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. જ્યારે પરષોતમ રૂપાલાને રાજકોટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમરેલીમાં મોટું નામ છે તો ત્યાં કેમ ના લડ્યા? કેમ કે ખબર હતી ત્યાં માથું વધેરાઈ જશે..  


ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું નિવેદન 

હાલ પરષોત્તમ રૂપાલા ખૂબ ચર્ચામાં છે કારણ કે એમણે એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ માટે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયું છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો.  મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો અને એના પછી પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી પણ આ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ક્ષત્રિય સમાજના વોટ બદલી શકે છે. 


કોંગ્રેસ પણ રાજકોટ બેઠક પર ઉતારી શકે છે પાટીદાર ચહેરો

રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકમાં હાલ રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ આઠ વિધાનસભા બેઠકો સામેલ છે. ગુજરાત વિધાનસભા 2022માં આ તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા, જેનો ભાજપને લાભ મળી શકે છે. રાજકોટની બેઠક પર કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારિયા પણ કડવા પાટીદાર સમાજના નેતા હતા અને આ વખતના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ કડવા પાટીદાર અગ્રણી નેતા છે. 


હિતેશ વારોના નામની થઈ રહી છે ચર્ચા 

કોંગ્રેસે પણ ગત લોકસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા લલિત કગથરાને ટિકિટ આપી હતી, જો કે તેમનો પરાજય થયો હતો. આ વખતે પણ કોંગ્રેસ પરસોત્તમ રૂપાલા સામે કોઈ પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે તેવી વાત વચ્ચે નામ આવ્યું  હિતેશ વોરા અને જો આ બંને વચ્ચે જંગ થાય તો એ રસપ્રદ હશે.. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે