રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા છોડ ગાંજાના જ છે, FSL રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ


  • Published By :
  • Published Date : 2023-07-31 19:07:09

ગુજરાતમાં નશાકારક દ્રવ્યોની તસ્કરી મોટી ચિંતાનો વિષય બન્યો છે, રાજ્યનું યુવા ધન માદક પદાર્થોનું સેવન કરીને બરબાદ થઈ રહ્યું છે. હવે વિદ્યાના ધામ ગણાતા યુનિવર્સિટી કેમ્પસમાં પણ નશાનું વેચાણ બેફામ રીતે વધી રહ્યું છે. રાજકોટ શહેરની મારવાડી યુનિવર્સિટી ખાતે ગત 13મી એપ્રિલના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત આખરે ત્રણ મહિના બાદ FSLનો રિપોર્ટ આવતા કુવાડવા પોલીસ સ્ટેશનના PI જે.આર દેસાઈ દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ndps એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજોના છોડ મળી આવતા હડકંપ મચી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવી ચૂકી છે.


23 જેટલા ગાંજાના છોડ મળ્યા હતા


રાજકોટના કુવાડવા પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, 13 મી એપ્રિલ 2023 ના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવનારા નીતિન ચૌહાણ દ્વારા મારવાડી કોલેજ યુનિવર્સિટીના કેમ્પસ માંથી શંકાસ્પદ માદક પદાર્થના છોડ મળી આવેલા છે. તે બાબતની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. તો સાથે જ FSLના અધિકારી એસ.એચ ઉપાધ્યાયની પણ મદદ મેળવવામાં આવી હતી. મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા બિલ્ડીંગ બોયઝ હોસ્ટેલની પાછળની દીવાલે આવેલા બગીચામાં  પોલીસે ઘટના સ્થળ પરથી 23 જેટલા ગાંજાના છોડ કબજે કર્યા હતા. ત્યારબાદ તેને પરીક્ષણ અર્થે ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવતા પરીક્ષણમાં શંકાસ્પદ છોડવા ગાંજાના જ હોવાનું સામે આવ્યું છે. તેમજ ગાંધીનગર ખાતે થયેલા પરીક્ષણમાં છોડવામાં ટેટ્રા હાઇડ્રો કેનાબીનોલ, કેનાબીનોલ તેમજ તેના કેનાબીડીઓલ જેવા ઘટકોની માત્રા મળી આવી છે.

 
યુનિવર્સિટીની માન્યતા રદ કરો-NSUI


આ ઘટનાને પગલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ મારવાડી યુનિવર્સિટી સામે આકરા પ્રહારો કર્યા છે. આ યુનિવર્સિટી પર પ્રતબિંધ મૂકી તેની માન્યતા રદ કરવા પણ NSUIએ માગણી કરી છે. તેમજ આગામી દિવસોમાં આ યુનિવર્સિટીના માલિક સામે ફરિયાદ દાખલ કરવા પણ માગ કરી છે. તેમજ આ પ્રકારના કૃત્યથી અન્ય યુનિવર્સિટી માટે એક ઉદાહરણ રૂપે દાખલો પૂરો પાડવામાં આવે, જેથી ભવિષ્યમાં ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને તેવી માગ ગુજરાતના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરી છે. તેમજ જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે