Rajkot : ગુમ થયેલી 8 વર્ષની બાળકી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા, ત્રણ લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-10-09 17:08:14

ગુજરાતને મહિલા માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ તે વાત હવે ભૂતકાળ થઈ ગયો હોય તેવું લાગે છે. મહિલાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. લોકોની માનસિક્તા એ હદે ખરાબ થઈ ગઈ છે કે નાની નાની બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં આ વાત સામે આવતી હોય છે. દીકરી ઘરની બહાર નીકળતા પણ ડરે છે અથવા તો માતા પિતા પણ બહાર મોકલતા પહેલા દીકરીના સુરક્ષાને લઈ દસ વાર વિચાર કરે છે. આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે રાજકોટમાં ગુમ થયેલી બાળકીની લાશ મળી આવી હતી. બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો અને તે બાદ પથ્થરોના માર ઝીંકવામાં આવ્યા હતા. પીંખાયેલી હાલતમાં 8 વર્ષની બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓને ડર હતો કે બાળકી ઘરે જઈને આ વાત પોતાના પિતાને કરશે. તેને લઈ બાળકીની હત્યા કરી નાખી તેવી જાણકારી આરોપીઓએ પોલીસને આપી હતી.

  

 

રાજકોટમાં ધોરણ-6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી પર 2 નરાધમોએ આચર્યું  દુષ્કર્મ – Jai Hind

રાજકોટના લોધીકા ગામની 4 વર્ષની બાળકી અને સુરતમાં 3 વર્ષની બાળકી સાથે  દુષ્કર્મ | Rapes 3 year old girl and 4 Year old girl rajkot lodhika surat

નાની ઉંમરે દીકરીઓ બને છે હવસનો શિકાર 

મહિલાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની બાળકીઓને હવસખોરો નથી છોડતા. જે બાળકીઓને દુષ્કર્મનો મતલબ પણ કદાચ ખબર નહીં હોય તેમની પર રેપ કરવામાં આવે છે. નાની ઉંમરની દીકરી લોકોના હવસનો ભોગ બની રહી છે. કોઈ વખત તો અંગત વ્યક્તિ જ બાળકી સાથે આવું કૃત્ય કરતા હોય છે. પરિવારના ઓળખીતા અથવા તો પિતાના મિત્રો જ દીકરીઓની આબરૂને લૂંટે છે. 

રાજકોટ: સગીરા સાથે દુષ્કર્મ બાદ લીધી સેલ્ફી, વાયરલ કરવાની ધમકી આપી વારંવાર  દુષ્કર્મ

8 વર્ષની બાળકી પર પહેલા થયું દુષ્કર્મ અને પછી કરાઈ હત્યા 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર ગેંગરેપ કરવામાં આવ્યું હતું, થોડા દિવસ પહેલા ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર પહેલા ગેંગરેપ આચરવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં આવી. પથ્થરથી માથું છૂંદીને બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાળકીને પીંખી નાખી હતી. રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારથી આ દુર્ઘટના સામે આવી હતી. ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અને મૃતદેહ મળી આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારા સુધી પહોંચવાની કોશિશ પોલીસે ત્વરીત શરૂ કરી. ત્યારે આ મામલે એવા સમાચાર સામે આવી રહ્યા છે આ કેસમાં ત્રણ લોકોને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પાડોશી જ બાળકીને ઉઠાવી ગયા હતા તેવી માહિતી સામે આવી છે. પકડી પડાયેલા એક વ્યક્તિમાં બાળકીના પિતાનો મિત્ર પણ સામેલ હતો તેવી માહિતી સામે આવી છે. 

12 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર ધરમના માનેલા મામાને આજીવન કેદ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

દીકરીના ઓળખીતા જ અનેક વખત કરતા હોય છે આવા કરતૂત!

મહત્વનું છે કે ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અનેક દીકરીઓેએ વગર વાંકે ભોગવવાનો વારો આવે છે. જે ઉંમરે એમને ખબર પણ ન હોય કે તેમની સાથે થઈ શું રહ્યું છે તે ઉંમરે તેમની પર બળાત્કાર કરવામાં આવે છે અનેક નાની દીકરીઓ આનો ભોગ બની રહી છે. દુષ્કર્મને કારણે બાળકીનું ઘરની બહાર નીકળવું તો મુશ્કેલ થઈ જ ગયું છે પરંતુ ઘરમાં પણ દીકરીઓ સુરક્ષિત નથી તેવું લાગે છે. અનેક તો એવા કિસ્સાઓ આપણી સામે આવતા હોય છે જેમાં પિતા જ બાળકી પર દુષ્કર્મ આચરે છે. આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે એક પ્રશ્ન છે..    




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.