Rajkot : અગ્નિકાંડના પીડિતોથી ઘેરાયા Parshottam Rupala!, જ્યારે તેમને પૂછવામાં આવ્યું આટલો સમય ક્યાં હતા તો તેમણે જવાબ આપ્યો કે...


  • Published By :
  • Published Date : 2024-05-28 16:59:20

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલી દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા.. હજી સુધી અનેક પરિવારોને પોતાના સ્વજનોનો મૃતદેહ નથી મળ્યો. મૃતદેહો માટે લોકો તડપી રહ્યા છે. શનિવારે બનેલી ઘટના મામલે અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ પરષોત્તમ રૂપાલા (રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર) ક્યાં ખોવાઈ ગયા તેવા સવાલો અનેક વખત ઉઠ્યા.. ત્યારે ઘટનાને આટલા દિવસો વિતી ગયા પછી પરષોત્તમ રૂપાલા દેખાયા.. રાજકોટની સિવિલ હોસ્પિટલની તેમણે મુલાકાત લીધી હતી જ્યાં તેમને મૃતકના પરિવારજનોના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો

સિવિલ હોસ્પિટલની પરષોત્તમ રૂપાલાએ લીધી મુલાકાત

રાજકોટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં હતું... પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે અને હવે ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે.. 27 જેટલી જિંદગીઓ આગમાં હોમાઈ ગઈ.. મૃતકોના પરિવાર કલ્પાંત કરી રહ્યા છે. અનેક વખત સવાલ ઉઠ્યો કે ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આખી ઘટનામાં ક્યાંય ના દેખાયા. ઘટના બની તે બાદ એક વખત પણ તે દેખાયા ના હતા જેને કારણે અનેક સવાલો ઉઠ્યા. ત્યારે  આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત પરષોત્તમ રૂપાલાએ લીધી હતી. ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ પૂછ્યું કે આટલા સમય સુધી ક્યાં હતા?



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછ્યું કે... 

સિવિલ હોસ્પિટલ પહોંચેલા પરષોત્તમ રૂપાલાને ત્યાં હાજર લોકોએ મીડિયા કર્મીઓએ ઘેરી લીધા હતા.. પરષોત્તમ રૂપાલાએ પીએમ રૂમની મુલાકાત લીધી અને તે બાદ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી.. રૂપાલાને સવાલ કરવામાં આવ્યો કે આટલા સમય સુધી તે ક્યાં હતા? જવાબમાં તેમણે કહ્યું કે હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. વિવાદ ઊભો ન થાય તે માટે હું સિવિલ આવ્યો ન હતો. 



શું કહ્યું પરષોત્તમ રૂપાલાએ?

લોકોને અગવડતા પડી રહી છે તે હું સમજુ છું. એટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. 27 પૈકી 17 જેટલા ડીએનએ મેચ થઈ જતા હવે માત્ર 10 જેટલા જ ડીએનએ મેચ કરવાના બાકી છે. 27 ડેથ બોડી ઘટના સ્થળ પરથી મળી આવી છે. થોડાક અંગો પાંગો સાથની ડેથ બોડી પણ મળી આવી છે. સિવિલ ખાતે પહોંચેલા પરષોત્તમ રૂપાલાનો મૃતકોના પરિવારજનો દ્વારા ઉઘડો લેવામાં આવ્યો હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી... મહત્વનું છે ઘટના ઘટે 72 કલાક જેટલો સમય વિતી ગયો છે અને આટલા સમય બાદ પરષોત્તમ રૂપાલા હાજર થયા છે.. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે