Rajkot : આચાર સંહિતા ભંગ બદલ Parshottam Rupalaના સમર્થનમાં લાગેલા પોસ્ટર હટાવાયા! પોસ્ટરમાં લખ્યું હતું - હું નરેન્દ્ર મોદી..... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-05 16:30:08

રાજકોટ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. પરષોત્તમ રૂપાલાના એક નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે જેને કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. આ બધા વચ્ચે રાજકોટના અનેક વિસ્તારોમાં પોસ્ટરો લગાવવામાં  આવ્યા જેમાં પીએમ મોદી અને પરષોત્તમ રૂપાલા ગળે મળતા હોય... મહત્વનું છે કે સવાર પડતા પોસ્ટરોને વહીવટી તંત્ર દ્વારા હટાવાઈ દેવામાં આવ્યા છે.   


પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માગ 

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. અનેક બેઠકો એવી છે જ્યાં વિરોધ થઈ રહ્યો છે ઉમેદવારનો. અનેક જગ્યાઓ એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં ઉમેદવારના વિરોધમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા હોય. એક તરફ ભાજપના કાર્યકર્તાઓ ઉમેદવારને લઈ વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. આ બધા વચ્ચે  રૂપાલા અને મોદી એકબીજાને ગળે મળતા હોય તે પ્રકારના ફોટાવાળા અને ‘હું નરેન્દ્ર મોદી સાથે છું, હું પુરુષોત્તમ રૂપાલા સાથે છું’ લખાણવાળા બેનર શહેરની અંબિકા ટાઉનશિપમાં લગાવાયા હતા. 

તંત્ર દ્વારા હટાવી લેવામાં આવ્યા પોસ્ટર 

જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે પોસ્ટરો સવાર સુધીમાં હટાવાઈ દેવામાં આવ્યા હતા. સવારે આ બેનરો રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની ચૂંટણી શાખા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આચારસંહિતા ભંગ થતી હોવાથી બેનરો દૂર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચે બેઠક થઈ. ભાજપના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ તે પહેલા સી.આર.પાટીલના ઘરે મુખ્યમંત્રી તેમજ ભાજપના અનેક નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. 



અમદાવાદમાં મળી હતી બેઠક!

બેઠક બાદ સી.આર.પાટીલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તે બાદ તેમણે ક્ષત્રિય સમાજની માફી પણ માગી હતી. તે બાદ બીજા દિવસે ભાજપના નેતાઓ અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઈ હતી. એ બેઠક બાદ લાગતું હતું કે વિવાદ શાંત થઈ જશે પરંતુ તે વિવાદનો અંત આવ્યો ન હતો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યો છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે