રાજકોટ – સિંગતેલના ભાવમાં ધરખમ વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 11:24:08

મોંઘવારી સતત વધી રહી છે ત્યારે રાજકોટની ગૃહિણીનું બજેટ ફરી એક વખત ખોરવાઈ ગયું છે. રોજકોટમાં સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો કરાયો છે. એક સાથે 40 રૂપિયાનો વધારો થતા 15 કિલ્લોના ડબ્બાનો ભાવ 2940 એ પહોંચ્યો છે જ્યારે અમદાવાદમાં તો સિંગતેલનો ભાવ 3000ની સપાટીને વટાવી ચુક્યો છે.

ખાદ્ય તેલના ભાવ વધતા મહિલાઓ પરેશાન

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા અનેક વર્ષો કરતા આ વર્ષે આશરે 50 ટકા જેટલું વધ્યું છે તો બીજી તરફ રાજકોટમાં ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો કરાયો છે. 15 કિલ્લોના ડબ્બા પર 40 રૂપિયાનો ભાવ વધારો થતા નવો ભાવ 2940 થઈ ગયો છે. મગફળીનું ઉત્પાદન સારૂ હોવા છતાં તેલના ડબ્બામાં સતત ભાવ વધારો થઈ રહ્યા છે. જેને લઈ મહિલાઓની ચિંતામાં વધારો થયો છે.

કપાસિયા અને સિંગતેલના ભાવમાં ધરખમ વધારો ઝીંકાયો, આ છે લેટેસ્ટ પ્રાઈઝ |  Business News in Gujarati

સિંગતેલ ઉપરાંત સનફ્લાવર તેમજ પામતેલમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. મગફળી ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે તેમાં પણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં તેલના ભાવમાં સતત વધારો થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

સતત વધતી મોંઘવારી

મોંઘવારી દિવસેને દિવસ વધતી જઈ રહી છે. વધતી મોંઘવારીને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે. સ્થાનિક વેપારીનું માનવું છે કે વૈશ્વિક બજારોમાં ખાદ્ય તેલના ભાવમાં તેજી હોવાને કારણે તેલના ભાવ સતત વધી રહ્યા છે તેવું વેપારીઓનું માનવું છે. લોકોએ હજુ પણ મોંઘવારીનો માર સહન કરવો પડશે તેવું લાગે છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .