રેન્જ IG નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત પછી તંત્ર એક્શનમાં!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-26 20:58:18

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે. 

गुजरात: जवानों के साथ समंदर में नहा रहे थे SP, तेज लहर में बहते-बहते बचे -  gujarat news amreli sp nirlipt rai survived drowning into sea in jafrabad -  AajTak

SMCના IPS અધિકારી નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જના IG તરીકે નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે નિર્લિપ્ત રાય દ્વારા આગામી સમયમાં ૧ અને ૨જી એપ્રિલે વ્યાજખોરોના આતંકની સામે એક લોકદરબાર યોજવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં , રેન્જ IG નિર્લિપ્ત રાય પોતે પીડિતોની મુલાકાત લેશે. થોડાક સમય અગાઉ , રાજકોટ રેન્જના IG નિલિપ્ત રાય દ્વારા જામનગરની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં રેન્જ IGની મુલાકાતના બે જ કલાકની અંદર વહીવટી તંત્ર અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ૭૨ જેટલા ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરી નાખ્યા છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા જામનગરમાં સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર ૧૨ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે પટ્ટણી વાડ અને ખાટકી વાડ વિસ્તારમાં ગેરકાયદેસર બાન્ધકામોનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી , રેન્જ IG નિર્લિપ્ત રાયના આદેશ પછી , પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું. આ પછી , મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. 

વાત કરીએ , જામનગરના ખાટકીવાડની તો ત્યાં , કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ૩૬ જેટલા રૂમો ખડકી દેવામાં આવ્યા હતા. આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થઇ રહ્યો હતો. પોલીસની આ આક્રમક કાર્યવાહી વચ્ચે , સમગ્ર પંથકમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  IPS અધિકારી નિર્લિપ્ત રાયની છાપ હંમેશા એક કડક અને શિસ્તબદ્ધ અધિકારી તરીકેની રહી છે. જામનગરની મુલાકાત લેતાની સાથે જ તેમણે આ ઓપરેશન પાર પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારની કચાશ રાખવામાં આવશે નહીં. સ્થાનિક રહીશોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી છે.




"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.