Rajkot : યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો યથાવત! 18 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક અને થઈ ગયું મોત, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-13 17:45:43

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય બની ગયા છે. અનેક લોકોએ પરિવારજનોને ગુમાવ્યા છે હાર્ટ એટેકને કારણે. કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ ડાન્સ કરતા કરતા પણ મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટથી એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. બાથરૂમમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે.


શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યા છે હાર્ટ એટેક!

કોરોનાને કારણે અનેક લોકોના મોત થઈ ગયા હતા. અનેક પરિવારોએ પોતાના સદસ્યોને ગુમાવ્યા હશે કોરોના કાળમાં. કોરોનાના કેસ તો હમણાં ઓછા નોંધાઈ રહ્યા છે પરંતુ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા પણ કિસ્સા છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત થઈ રહ્યા છે. કોઈ ડાન્સ કરતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા કરતા મોતને ભેટી રહ્યા છે.


રાજકોટમાં 18 વર્ષીય યુવકનું થયું હાર્ટ એટેકને કારણે મોત! 

એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને આવે પરંતુ આ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. નાની ઉંમરના લોકોને, યુવકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. રાજકોટથી એક કિસ્સો હાર્ટ એટેકનો સામે આવ્યો છે જેમાં 18 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. બાથરૂમમાં યુવકને હાર્ટ એટેક આવ્યો હતો તેવી માહિતી સામે આવી છે. 



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..