Rajkot TRP GameZone આગકાંડ મુદ્દે હૉસ્પિટલમાં સ્વજન ગુમાવનાર પરિજનોની હવે ધીરજ ખુટી...


  • Published By :
  • Published Date : 2024-05-28 12:17:20

રાજકોટમાં શનિવારે બનેલી દુર્ઘટના જેમાં 27 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાને આપણે ધીમે ધીમે ભૂલી જઈશું કદાચ.. પરંતુ તે પરિવાર કદી પણ આ દિવસને આ ઘટનાને નહીં ભૂલી શકે જેમણે આ ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની હાલત એવી થઈ ગઈ છે કે તેમની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.. પોતાના સ્વજનનો મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અનેક પરિવારના સભ્યોને મૃતદેહ મળી ગયા છે પરંતુ અનેક પરિવાર એવા છે જે મૃતદેહોની રાહ જોઈ રહ્યા છે.. 

પરિવાર જનોની હવે ધીરજ ખૂટી છે... 

રાજકોટથી અનેક એવા ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે પરિવારને પોતાના સ્વજનોનો મૃતદેહ મળી ગયો ત્યાં હૈયાફાટ રૂદન જોવા મળ્યું છે અને જે પરિવારને નથી મળ્યો મૃતદેહ તેમની આંખો પોતાના સ્વજનોને શોધી રહી છે..  શનિવાર, રવિવાર અને હવે આજે સોમવાર.,.. પરિવારજનો રાહ જોઈ રહ્યાં છે.. કે હવે કોઈ ઓળખ થાય તો અમે મૃતદેહને ઘરે લઈ જઈએ... અધિકારીઓ અને સિસ્ટમ તરફથી જવાબ નથી મળી રહ્યો... લોકો અકળાય રહ્યાં છે... હવે ધીરજ ખુટી રહી છે.... 



જેમની પર વિતી હોય તે જ જાણી શકે... 

પરિવારજનોએ હાજર અધિકારીઓ સામે પોતાની વ્યથા ઠાલવી છે.... જેના ઘરના પાંચ-પાંચ લોકો મળતા ન હોય એ કેવી રીતે ધીરજ રાખી શકે.... અધિકારીઓને પરિવારજનો વિનંતી કરી રહ્યા હોય કે આખું શરીર નહીં પરંતુ થોડો અંશ તો આપો...! ડીએનએનો રિપોર્ટ આવતા વાર થઈ રહી છે.. એ પરિવાર પર શું વિતતી હશે, તેમની પીડા આપણે કદાચ નહીં અનુભવી શકીએ... મૃતકોના પરિવાર સાથે જમાવટની ટીમે વાત કરી હતી ત્યારે દુ:ખની સાથે સાથે આક્રોશ પણ છલકાઈ આવતો હતો.. તેમની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી..  


ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે પરિવારજન! 

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં 28 લોકોના મોત બાદ પરિવારજનો પોતાના સ્વજનોને શોધવા માટે પહોંચ્યા હતા.... પરિવારજનોએ મિસિંગ લોકો માટે તંત્રને આજીજી કરી હતી અને અત્યાર સુધીમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માંગ કરી હતી.... રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો ગુમ થયેલા લોકોને શોધવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે રકઝક પણ થઇ હતી. પરિવારજનો પોતાના સ્વજનની માંગણી કરી રહ્યાં છે. 



અધિકારીઓએ હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોને સાંત્વના આપી..... 

પરિવારજને અધિકારીને રજૂઆત કરતા કહ્યું કે, 'સાહેબ કાં તો હાં પાડો કે ના પાડો,જીવે છે કે નથી જીવતો તેનો કોઇ રિપોર્ટ આપો'. અધિકારીએ કહ્યું કે, આ ઘટનાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. પરિવારજનોએ કહ્યું કે, તમે ઉપર રજૂઆત કરો કે પીડિતો આંકડો માંગે છે, તમે અમને મિસિંગ થયેલા લોકોનો આંકડો આપો." સ્વજન ગૂમાવનાર પરિજનો પૂછે છે સાહેબ, જો તમારો દિકરો હોત તો શું થાત.. અધિકારી કહે છે દુઃખ સમજી શકું છું...        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે