રાજકુમાર બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ


  • Published By :
  • Published Date : 2023-01-25 15:04:50

છેલ્લા ઘણા સમયથી રાજ્યના મુખ્ય સચિવ કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે પંકજ કુમારને એક્સટેન્શન આપવામાં આવશે પરંતુ રાજ્યના મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. કેબિનેટમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યો છે. 

Image

પંકજ કુમારનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ 

31 જાન્યુઆરીના રોજ પંકજ કુમારનો કાર્યકાળ પૂર્ણ થવાનો છે. તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા નવા મુખ્ય સચિવની નિમણૂંક કરવામાં આવી છે. ચીફ સેક્રેટરી તરીકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમાર હશે કાર્યભાર સંભાળશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે