Rajya Sabha Election: રાજ્યસભા માટે BJPએ ઉમેદવારોની કરી જાહેરાત, આ જૂના જોગીઓના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2024-02-14 15:36:18

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.  પાર્ટીએ ગુજરાત, ઓડિસા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી રાજ્યસભા માટે તેમના ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ભાજપે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને એક દિવસ પહેલા જ પાર્ટીમાં સામેલ થયેલા અશોક ચવ્હાણને ઉમેદવાર બનાવ્યા છે. તે જ ઉપરાંત ઓડિસાથી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને તથા કેન્દ્રીય રાજ્ય મંત્રી એલ મુરૂગનને મધ્ય પ્રદેશથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વૈષ્ણવ અને મુરૂગન ચૂંટણી જીતી જાય છે તો રાજ્યસભામાં આ તેમનો બીજો કાર્યકાળ હશે અને બંનેની જીતવાની સંભાવના વધુ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યસભાની 56 સીટો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે અને નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે. 


આ મંત્રીઓને BJP લોકસભામાં ઉતારશે 


ભાજપે આ વખતે અપવાદોને બાદ કરતા નો રિપીટ થીયરી અપનાવી છે. જેમ કે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રાજીવ ચન્દ્રશેખર, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા, પુરૂશોત્તમ રૂપાલા, અને નારાયણ રાણે (મહારાષ્ટ્ર)નો કાર્યકાળ પૂરો થયો છે  તેમ છતાં તેમને ઉમેદવાર બનાવ્યા નથી. પાર્ટી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામ નેતાઓને પાર્ટી આ લોકસભા ચૂંટણીમાં ઉતારવા માગે છે. તમામ નેતાઓને લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરવાનું પણ કહીં દીધું છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .