રાજ્યસભા સાંસદ Parimal Nathwaniએ PM Modiને આપી Call of the Gir પુસ્તકની પ્રથમ નકલ..


  • Published By :
  • Published Date : 2024-08-01 14:47:06

ગીરનું નામ સાંભળીએ એટલે આપણા દિમાગમાં સૌથી પહેલા વિચાર આવે સિંહનો, ગીરના જંગલોનો, ત્યાંના દ્રશ્યોનો.. ગીરને યાદ કરતા જ રોમે રોમમાં રોમાંચ ઉભો થઈ જાય.. આંખો બંધ કરતાં જ ત્યાંની સુંદર દુનિયામાં પહોંચી જઈએ.. ત્યાં પ્રાકૃતિક સુંદરતા તો છે પરંતુ ત્યાંના હાવજ જોવાની અલગ જ મજા છે.. ગીરના સાવજો તો ગુજરાતનું ઘરેણું કહેવાય. 

પીએમ મોદીને "કોલ ઓફ ધ ગીર"ની ભેટ આપી 

ગીરના સાવજની વાત એટલા માટે કરવી છે કારણ કે ગઈકાલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક "કોલ ઓફ ધ ગીર"ની પ્રથમ નકલ PM Modiને ભેટ આપી છે. પીએમ Modiએ પરિમલ નથવાણી સાથે ગીર અને ગીરના સિંહો વિશે અને બુક વિશે વાતો કરી હતી....“કોલ ઓફ ધ ગીર" પુસ્તકએ પરિમલ નથવાણીની કોફી-ટેબલ બુક છે. પીએમ મોદીએ આ પુસ્તકનું વિમોચન કર્યું છે. 



પરિમલ નથવાણીએ માન્યો પીએમ મોદીનો આભાર 

ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિંગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. જોકે 2017માં, પરિમલ નથવાણીએ પુસ્તક ગીર લાયન્સ પ્રાઈડ ઓફ ગુજરાત લખ્યું હતું. પરિમલ નથવાણીએ વડાપ્રધાનનો આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર કરવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું હતું કે, “મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે.અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે."    




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.