રાજ્યસભાઃ વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, આ વખતે કોંગ્રેસ 40નો આંકડો પણ વટાવી નહીં શકે


  • Published By :
  • Published Date : 2024-02-07 15:30:01

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ 2 વાગ્ય બોલવાનું શરૂ કર્યું આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધીને આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ટીકા કરવી કેટલાક લોકોની મજબુરી છે. કડવી વાતો કરવી એ કેટલાક સાથીઓની મજબુરી છે. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પર નિશાન સાધતા કહ્યું કે સંસદમાં પ્રધાનમંત્રીનો અવાજ દબાવવાના પ્રયાસો કરવામા આવ્યા મને બહું જ સતાવવામાં આવ્યો છે. અમે ખુબ જ ધીરજથી તમારો એક-એક શબ્દ સાંભળી રહ્યા છિએ, જો કે તમે આજે પણ સાંભળવાની તૈયારી સાથે આવ્યા નથી. પરંતું  તમે મારો અવાજ દબાવી નહીં શકો. દેશની જનતાએ આ અવાજને તાકાત આપી છે. તેથી હું આજે સંપુર્ણ તૈયારીઓ સાથે આવ્યો છું. 


કોંગ્રેસ પર પ્રહારો


જે કોંગ્રેસે સત્તાની લાલચમાં લોકતંત્રનું ગળું દબાવ્યું હતું. જેણે લોકતાંત્રીક રીતે જીતીને આવેલી સરકારોને સસ્પેન્ડ કરી હતી. જે કોંગ્રેસે દેશના બંધારણ અને લોકશાહીની મર્યાદાને જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતી. જેણે અખબારોને તાળું લગાવવાના પ્રયાસો કર્યા હતા. જે કોંગ્રેસ દેશને તોડવાના નેરેટીવ રચવાનો શોખ પેદા થયો હતો. હવે ઉત્તર અને દક્ષિણને તોડવા માટે નિવેદનો આપી રહ્યા છે. તે કોંગ્રેસ અમને લોકતંત્ર પર પ્રવચનો આપી રહી છે. તમે ભાષા અને દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યા છો. જેણે નોર્થ ઈસ્ટને હુમલા અને હિંસામાં ધકેલી દીધું. જેણે નક્સલવાદ માટે દેશને માટે પડકારરૂપ બનાવી દીધો. દેશની જમીન દેશના હવાલે કરી દીધી. દેશની સેનાને આધુનિકિકરણ કરતા રોકી દીધી. તે આજે અમને રાષ્ટ્રિય સુરક્ષા પર ભાષણ આપી રહી છે.   


આ વખતે કોંગ્રેસ 40 પર આવી જશે


કોંગ્રેસ પર હુમલો કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ આ વખતે 40 સીટો પણ વટાવી નહીં શકે, કોંગ્રેસની વિચારશૈલી પણ આઉટડેટેટ થઈ ગઈ છે. જ્યારે કોંગ્રેસની વિચારસરણી પર જુની થઈ ગઈ છે ત્યારે તેનું કામકાજ પણ તેણે આઉટસોર્સ કરી દીધું છે. જોત જોતામાં આટલી મોટી પાર્ટી, આટલા વર્ષો સુધીનું શાસન કરનારા પક્ષનો આટલી હદે રકાસ. અમારી તમારા પ્રત્યે સંવેદનાઓ છે. જો કે ડોક્ટર શું કરશે...જ્યારે દર્દી ખુદ....આગળ હું શું બોલું....



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.