TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સસ્પેન્ડ, ચોમાસુ સત્રમાં ભાગ નહીં લઈ શકે


  • Published By :
  • Published Date : 2023-08-08 14:15:44

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ' બ્રાયનને અભદ્ર આચરણ અને અધ્યક્ષની સુચનાની અવહેલના કરવાના કારણે ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સભામાં નક્કી થયેલા અજેન્ડા પર સવાલો પુછાયા બાદ રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે મણિપુરની સ્થિતી પર ચર્ચા માટે વિપક્ષી દળો પાસે માગ કરી અને કહ્યું કે આ અજેન્ડામાં હતો પણ ફળિભૂત થયો નથી. 


ડેરેક ઓ બ્રાયને ઉઠાવ્યા સવાલ


ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન ઔચિત્યના પ્રશ્નનો મુદ્દો ઉઠાવવા માટે ઉભા થયા હતા. અધ્યક્ષે તેમને ચેતવ્યા કે તે ઔચિત્યના પ્રશ્ન સિવાય કાંઈક ન બોલે. ટીએમસીના સભ્યએ સ્પષ્ટ રીતે નિયમ 267 હેઠળ ચર્ચા માટે વિપક્ષો દ્વારા આપવામાં આવેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. ચેરમેને ડેરેક ઓ બ્રાયનું નામ લઈને તેમને ફરીથી ચેતવ્યા હતા. ત્યાર બાદ પીયૂષ ગોયલે ડેરેક ઓ બ્રાયનને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.  


બ્રાયન સામે અધ્યક્ષનું આકરૂ વલણ!


રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું ડેરેક ઓ બ્રાયને અભદ્ર આચરણ કરવા અને ચેરની સુચનાની અવગણના કરવા બદલ મોનસુન સત્રથી સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે બ્રાયનનો વ્યવહાર નિમ્ન કક્ષાનો હતો. તેમની પોઝિશન જોતા તે ન્યાયસંગત પણ નથી.  તેમણે મર્યાદા તોડી છે અને તે જાણી જોઈને કર્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે