મિમિક્રી વિડીયો મુદ્દે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ લાલઘુમ, આકરા શબ્દોમાં રોષ ઠાલવ્યો


  • Published By :
  • Published Date : 2023-12-19 22:47:53

સંસદના શિયાળુ સત્રમાં જબરદસ્ત હંગામો મચી ગયો છે. જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો સંસદમાં હોબાળો કરવાના કારણે 100થી વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં વિપક્ષના સાંસદો મંગળવારે સંસદ ભવન બહાર બેસીને વિરોધ કરી રહ્યા હતા આ દરમિયાન, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી કરી, જેના પર ઉપરાષ્ટ્રપતિ ગુસ્સે થઈ ગયા હતા. આ ઘટનાને શરમજનક ગણાવતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે એક સાંસદ મજાક ઉડાવી રહ્યો છે અને બીજો સાંસદ તે ઘટનાનો વીડિયો બનાવી રહ્યો છે તે હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય બાબત છે.


મારા હૃદય પર શું વીત્યું હશે- ધનખડ


અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું, "આ માત્ર એક ખેડૂત અને એક સમુદાયનું અપમાન નથી, આ રાજ્યસભાના અધ્યક્ષ પદનો અનાદર છે અને તે પણ એક એવા રાજકીય પક્ષના સભ્ય દ્વારા જેણે આટલા લાંબા સમય સુધી શાસન કર્યું છે. સંસદના એક વરિષ્ઠ સભ્ય અન્ય સભ્યની વીડિયોગ્રાફી કરે છે. શા માટે? કલ્પના કરો કે જ્યારે તમારા એક અગ્રણી નેતા એક સાંસદ દ્વારા કરવામાં આવતી સ્પીકરની મિમિક્રીનો  બનાવી રહ્યા હતા, આ મિમિક્રી દ્વારા મારી મજાક ઉડાવવામાં આવતી હતી આ બાબત મારા પર અંગત રીતે હુમલો છે, તમે વિચારો કે મારા હૃદય પર શું વીત્યું હશે. શ્રી ચિદમ્બરમ જી, તમારી પાર્ટીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેને પાછળથી હટાવી દેવામાં આવ્યો હતો, આ શરમજનક છે."


એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન 


અધ્યક્ષ જગદીપ ધનખડે વધુમાં કહ્યું, 'તમે મારું અપમાન કર્યું છે, એક ખેડૂત તરીકેની મારી પૃષ્ઠભૂમિનું અપમાન કર્યું છે, એક જાટ તરીકે અને સ્પિકર તરીકે મારા પદનું અપમાન કરવા (કોંગ્રેસ) પાર્ટીના સત્તાવાર પ્રવક્તાના ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દો ખૂબ ગંભીર છે, કૃપા કરીને તમારી બેઠકો પર જાઓ. આ પછી અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી. ઉલ્લેખનીય છે કે જ્યારે ટીએમસી સાંસદ મિમિક્રી કરી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી, જયરામ રમેશ, મનોજ ઝા, ડી રાજા, કાર્તિ ચિદમ્બરમ જેવા ઘણા અગ્રણી નેતાઓ ત્યાં હાજર હતા.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે