ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે , " હું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) ના સભ્યોનો આભારી છું કે જેમણે મારામાં ફરીથી વિશ્વાસ મૂક્યો અને આજે કારોબારી સમિતિની બેઠક તથા 47મી વાર્ષિક સામાન્ય સભામાં મને એસોસિયેશનના પ્રમુખ તરીકે પુનઃનિમિત કર્યા. ગુજરાતમાં ફૂટબોલનો ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ જોવા મળી રહી છે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓ, ક્લબો, રેફરી, ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવ્યા. GSFA ખાતે આપણે બધા પ્રતિભાને પોષવા અને આપણા યુવાનોમાં રમતગમતની સંસ્કૃતિ વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આદરની ક્ષણ તરીકે, અમારે અમદાવાદમાં તાજેતરમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટના અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન પાળ્યું. GSFA માટે આવનારા વર્ષને પ્રભાવશાળી બનાવવાની આશા સાથે આગળ વધીએ છીએ!"
વાત કરીએ GSFAની તેના દ્વારા આ વર્ષે પણ ૨૦૨૫ના વર્ષમાં અમદાવાદ સ્થિત કાંકરિયા ખાતે એકા ફૂટબોલ ગ્રાઉન્ડ , ટ્રાન્સસ્ટેડીયામાં 1લી મેથી 13મી મે, 2025 દરમિયાન ગુજરાત સુપર લીગ (GSL)ની બીજી સિઝનનું આયોજન કર્યું હતું. આ ગુજરાત સુપર લીગમાં છ ટીમોએ ભાગ લીધો હતો . જેમાં અમદાવાદ એવેન્જરસ , ગાંધીનગર જાયન્ટ્સ , કર્ણાવતી નાઈટ્સ , સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ , સુરત સ્ટ્રાઈકર્સ અને વડોદરા વોરિયર્સનો સમાવેશ થાય છે. આ બધામાં વડોદરા વોરિયર્સ વિજેતા રહી હતી.