Rakhiyal Police જુગારીઓને બચાવવા ગઈ અને પોતે ભરાઈ ગઈ! પહેલા 10 લાખ માગ્યા એક લાખ 35 હજારમાં ડીલ ફાઈનલ કરી, અને પછી ACBની થઈ એન્ટ્રી...


  • Published By :
  • Published Date : 2024-02-27 17:07:22

કાંડ આ શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડો યાદ આવી જાય. છેલ્લા ઘણા સમયમાં એટલા બધા કાંડ સામે આવ્યા છે જે ખાખીને શર્મસાર કરે તેવા છે. હદ તો એવી થઈ ગઈ છે કે એક તોડકાંડની ચર્ચા ખતમ ન થઈ હોય ત્યાં તો આપણી સામે બીજો તોડકાંડ સામે આવી ગયો હોય. ગુજરાતમાં હમણાં ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં થતા તોડકાંડ બહાર આવી રહ્યા છે . ત્યારે વધુ એક તોડકાંડ અમદાવાદના રખીયાલથી સામે આવ્યો છે.  

 

તોડકાંડ જાણે પોલીસની ઓળખ બની ગયો હોય તેવું લાગે!

ઘણા સમયથી પોલીસ વિભાગ ચર્ચામાં છે. તોડ કરનાર અનેક પોલીસકર્મીઓ સામે આવી રહ્યા છે. તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે પોલીસ દ્વારા આચરવામાં આવતા કાંડ કેમ માત્ર થોડા સમયથી સામે સામે આવી રહ્યા છે? શું પોલીસવાળા હમણાં જ તોડ કરી રહ્યા છે તેવા પ્રશ્નો થતા હશે. પોલીસ પહેલા પણ તોડ કરતી પરંતુ હવે વધારે અને પ્રમાણિક પણે કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે આવા કાંડ સામે આવી રહ્યા છે. તોડકાંડની આપણે ત્યાં કમી નથી. ઉનાકાંડ હોય કે પછી ઓગણજનો તોડકાંડ હોય, ત્યારે વધુ એક તોડકાંડ રખિયાલ પોલીસ સ્ટેશનથી સામે આવ્યો છે. હાલમાં ફરી એકવાર અમદાવાદમાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક તોડકાંડ બહાર આવ્યો છે , આનો ખુલાસો ACB એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં થયો હતો . 


પોલીસે આટલા લાખમાં ડીલ કરી ફાઈનલ!

સમગ્ર ઘટનાની વાત કરીએ તો રખિયાલ પોલીસ સ્ટેશનમાં surveillance squadના બે અધિકારીઓ પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ, એસસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ દીવાન બેઉ ACB ના છટકામાં ફસાઈ ગયા હતા , આમાંથી એક ઓફિસર તો પકડાઈ ગયા જ્યારે બીજા ઓફિસર ભાગી ગયા હતા . એસીબી મુજબ જે લોકો જુગારમાં પકડાયેલા હતા તેમની પાસેથી આ ઉપરના અધિકારીઓએ લાંચ માંગી હતી , પેહલા તો જામીન અપાવવાની, હળવી કલામ લગાવાવની અને હેરાન ન કરવાની  શરતે રૂ ૧૦ લાખ માંગ્યા હતા . પણ પછી ભાવતોલ થતા આ લાંચની રકમ ૧ લાખ ૩૫ હજાર પર આવી હતી . 


લાંચ લેતા કર્મચારીને પકડવા માટે એસીબી આવી મેદાનમાં! 

આ કરાર પછી આ જુગારમાં પકડાયેલા અપરાધીઓને જામીન પર છોડી મુકાતા અને હળવી કલમો લગાવવામાં આવતી. જોકે આ જુગારીયાઓએ એસીબીનો સંપર્ક કર્યો. ફરિયાદીઓ જયારે પોલીસ સ્ટેશનમાં પૈસા આપવા પહોંચ્યા ત્યારે ACBએ છટકું ગોઠવ્યું હતું અને ત્યારબાદ એસીબીના ઓપેરશનમાં ફરજ પર હાજર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અક્બરશાહ ફકીરશાહ રંગે હાથે પકડાઈ ગયા અને કોન્સ્ટેબલ રાજુભાઈ ભોપાભાઈ ભાગી ગયા હતા . આ અંગેની વધુ તપાસ એસીબી દ્વારા ચાલુ છે. મહત્વનું છે કે આજકાલ પોલીસ તોડના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેને કારણે પોલીસ પરથી જનતાનો વિશ્વાસ ઉઠી શકે છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે