Chaitar Vasavaને ન્યાય મળે તે માટે નીકળી રેલી! તો કોઈએ કહ્યું કે અમારા ધારાસભ્ય ઢોંગી નથી... જુઓ વીડિયોઝ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-22 15:17:33

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. વનકર્મચારીને માર મારવાના મુદ્દે તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારથી તેઓ પોલીસ પકડથી બહાર હતા. પરંતુ થોડા દિવસો પહેલા ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા. ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમને હજી પણ જનસમર્થનમાં મળી રહ્યું છે. આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડાના પ્રભારી તેજસભાઈનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ચૈતર વસાવાને લઈ વપરાયેલા શબ્દને લઈ વાત કરી રહ્યા છે. 

એવું લાગ્યું કે થોડા દિવસોમાં ચૈતર વસાવા બહાર આવશે પરંતુ....

ચૈતર વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય જે હાલ જેલમાં છે પણ આખી ઘટનામાં જે થયું ત્યારબાદ એક મહિનાથી વધુ સમય ચૈતર વસાવા ફરાર રહ્યા. જ્યારે હાજર થયા ત્યારે મોટી સંખ્યામાં લોકો ડેડીયાપાડા પહોંચ્યા આદિવાસીનું સમર્થન આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થનમાં પહોંચ્યા હતા. બધાને એવું લાગ્યું કે બે ત્રણ દિવસ પછી આ ઘટના બધા ભૂલી જશે. ચૈતર વસાવાને બધા ભૂલી જશે પણ એવું ન થયું.

Narmada : Chaitar Vasava સામે પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય ભૂગર્ભમાં, પોલીસે  તેમની પત્ની સહિત ત્રણની અટક કરી


ચૈતર વસાવાને ઢોંગી કહેનારે માફી માગવી જોઈએ - તેજસભાઈ 

ચૈતર વસાના સમર્થકો હજુ પણ ચૈતર વસાવા માટે લડી લેવાના મૂડમાં છે. આપના ડેડીયાપાડા ના પ્રભારી તેજસભાઈ પટેલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે ચૈતર ભાઈ વિશે ઢોંગી શબ્દનો ઉપયોગ કરનારે  માફી માંગવી જોઈએ. કારણ કે જો ચૈતર વસાવા ઢોંગી છે તો પછી એમને ₹1,00,000 મત આપનાર લોકો એટલા તો પાગલ નથી કે એમને વોટ આપે. એ બધા લોકોને ખબર છે કે કોણ ઢોંગી છે અને કોણ ઢોંગી નથી? તેજસભાઈનું એવું કહેવું છે કે ચૈતર ભાઈને જેણે ઢોંગી કહ્યું છે એણે જાહેરમાં માફી માંગવી જોઈએ.  


આદિવાસી હુંકાર રેલીનું કરાયું આયોજન 

મહત્વનું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહ્યા હતા. આ રેલીમાં ચૈતર વસાવાના પત્ની પણ હાજર હતા. રેલીમાં લોકોએ સૂત્રોચ્ચાર કર્યા કે ચૈતર વસાવાને ન્યાય આપો. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.