Mahisagarમાં નીકળી જેલવાસ ભોગવી રહેલા Asaramના ફોટા સાથે રેલી! વીડિયોમાં જુઓ એ રેલીના દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2023-08-12 15:30:31

જેલમાં બંધ આસારામના ફોટા સાથે અનેક વખત રેલીઓ નીકળી હોય તેવા સમાચારો સામે આવતા હોય છે. બળાત્કારની સજા ભોગવી રહેલા આસારામના અનુયાયીઓએ ફરી એક વખત હદ વટાવી દીધી છે. મહિસાગરમાં આસારામના અનુયાયીઓએ આસારામના ફોટા સાથે વિશાળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. બેન્ડ બાજા સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અહીંયા પ્રશ્ન એ થાય કે આવી રેલી કાઢવા માટે તેમને પરમિશન કોણે આપી?  

આસારામના ફોટા સાથે મહિસાગરમાં નીકળી મોટી રેલી 

જબરૂં કહેવાયને કે જે જે માણસે દુષ્કર્મ આચર્યો છે, જે જેલમાં પોતાના કૃત્યની સજા ભોગવી રહ્યા છે તેની રેલી કાઢવામાં આવી રહી છે? હવે આ રેલી યોજવા માટે કોણે પરમિશન આપી તે એક મોટો પ્રશ્ન છે. તંત્રએ કેમ રેલીની મંજુરી આપી તે પણ એક સવાલ છે? ગાડી ઉપર ફોટો મૂકી અને રેલી યોજવામાં આવી. મોટી સંખ્યામાં સમર્થકો અને ભકતો જોડાયા .બેન્ડબાજા સાથે રેલી કાઢવામાં આવી હતી. આ લોકોને અંધ ભક્ત કહીએ તો અતિશયોક્તિ ન કેહવાય. જે માણસ અત્યારે જેલમાં બળાત્કારની સજા ભોગવી રહ્યા છે તેની પૂજા કરવામાં, તેમના ફોટા સાથે રેલી કાઢવામાં આવે છે. હજી પણ લોકો તેમની પાછળ ગાંડા છે.  


શાળામાં કરાઈ હતી આસારામની આરતી 

મહીસાગરની આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં લોકો આસારામની રેલી કાઢે કે આરતી ઉતારે. આના પહેલા પણ મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતી કરવામાં આવી રહી હતી મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમમાં દુષ્કર્મના દોષીત આસારામની પૂજા અને આરતી કરવામાં આવે છે. આવા દ્રશ્યો શાળાથી સામે આવતા વિવાદ સર્જાય તે સામાન્ય કહેવાય. શિક્ષકોની હાજરીમાં આસારામના પોસ્ટરની આરતી ઉતારી પૂજા કરાઇ હતી. ત્યારે પણ ગામના લોકો અને વાલીઑ ભડક્યા હતા 

સમાજને આપણે કઈ દિશા તરફ ધકેલી રહ્યા છીએ?

જ્યારે આવી રીતે જાહેરમાં રેલી કાઢવામાં આવે કે શાળામાં પૂજા કરવામાં આવે ત્યારે સવાલ થાય કે બાળકના માનસ પર આની કેવી અસર પડતી હશે? બાળકોના મનમાં એક પ્રશ્ન નહીં ઉઠતો હોય તે એક દોષિતની પૂજા કરી રહ્યા છે? એક દોષિતની કેવી રીતે પૂજા થઈ શકે? જેલમાં જે પોતાના ગુન્હાઓની સજા ભોગવી રહ્યા છે તેમની જાહેરમાં પૂજા થાય? આપણો સમાજ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે? એક આરોપીને કોઈ ભગવાન બનાવી કેવી રીતે લોકો તેની પૂજા કી શકે?  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે