Ram Mandir : પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો થયો પૂર્ણ, રામ લલ્લાની ઝાંખી કરવા ઉમટી ભાવિકોની ભીડ, જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-02-22 10:39:19

ગયા મહિનાની 22 તારીખને રામ ભક્તો કદાચ ક્યારેય નહીં ભૂલી શકે. 22 જાન્યુઆરીના દિવસે ભગવાન રામ અનેક દાયકાઓ બાદ મંદિરમાં બિરાજમાન થયા હતા. એ ક્ષણની રાહ અનેક રામ ભક્તોએ ઘણા સમયથી જોઈ હતી જ્યારે ટેન્ટમાં બિરાજેલા ભગવાન મંદિરમાં બિરાજે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનને ગર્ભ ગૃહમાં બિરાજમાન થયે આજે એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. રામ ભગવાનની ઝાંખી કરવા ભક્તો આતુર બન્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા એક મહિનામાં અંદાજીત 60 લાખ જેટલા ભક્તોએ રામ મંદિરની મુલાકાત લીધી છે. 

22 જાન્યુઆરીએ ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાઈ હતી ભગવાન રામની પ્રતિમાને! 

રામ ભગવાન અનેક ભક્તોના ઈષ્ટ દેવ છે. અનેક ભક્તોની આસ્થા ભગવાન રામ સાથે જોડાયેલી છે. અનેક દાયકાઓ સુધી ભગવાન રામ ટેન્ટમાં રહ્યા હતા અને રામ ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થાય. ત્યારે 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થયા. આ ક્ષણને જોઈ અનેક ભક્તોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. અનેક ભક્ત ઈમોશનલ પણ થઈ ગયા હશે. મંદિરમાં ભગવાન બિરાજમાન થયા તે બાદ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ, ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. લાખો ભક્તોએ ભગવાન રામ આગળ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. 


એક મહિનાની અંદર લાખો ભક્તોએ કર્યા રામ ભગવાનના દર્શન! 

આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. આ એક મહિનાની અંદર વિવિધ પાર્ટીના નેતાઓ, બોલિવુડ સ્ટાર્સે રામ ભગવાનના દર્શન કર્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ મંત્રી મંડળસાથે રામ લલ્લાના દર્શન કર્યા ઉપરાંત પરિવાર સાથે દર્શન કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પહોંચ્યા હતા. ભક્તોની વાત કરીએ તો અંદાજીત 60 લાખ શ્રદ્ધાળુઓ મંદિરના દર્શનાર્થે આવ્યા છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 22 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી 60 લાખ ભક્તોએ રામ ભગવાનના દર્શન કર્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ 10 દિવસની અંદર જ અંદાજીત 25 લાખ જેટલા ભક્તોએ રામ મંદિરની મુલાકાત લીધી હતી.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે