ભાજપના નેતા રામ મોકરિયાનો આરોપ, મારી પાર્ટીના એક નેતાએ કરોડો રૂપિયા દબાવ્યા, સોશિયલ મિડીયા પોસ્ટ વાયરલ


  • Published By :
  • Published Date : 2023-05-29 22:50:36

રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની એક સોશિયલ મીડિયા પોસ્ટએ રાજકીય વર્તુળોમાં જોરદાર જગાવી છે. રામ મોકરીયાની સોશિયલ મીડિયામાં કોમેન્ટ વાયરલના કારણે રાજ્યનું રાજકારણ ગરમાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રામ મોકરીયાએ તેમની  ફેસબુક કોમેન્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. રામ મોકરિયાનો આ ઈશારો કોની તરફ છે તે અંગે અને તર્ક-વિતર્કો થઈ રહ્યા છે.


રામ મોકરિયાએ કોના પર સાધ્યું નિશાન?


ભાજપના અગ્રણી નેતા અને રાજ્ય સાંસદ રામ મોકરીયાએ તેમની સોશિય મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. તેમણે તે નેતાની નિયત પર સવાલ કરતા કહ્યું કે તેની દાનત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી. તેમણે કહ્યું કે, એ નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે ઉલ્લેખનિય કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના કોઈ ભાજપી નેતા પર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


રકમ કરોડોમાં છે-રામ મોકરિયા


રામ મોકરિયાના જણાવ્યા પ્રમાણે ઘણા વર્ષોથી તે નેતા મોટી રકમનું ચૂકવણુ કરતા નથી. જો કે તેમણે તે નેતાનું નામ જાહેર કર્યું નહોતું. રામ ભાઈને પૂછવામાં આવ્યું કે અંદાજે કેટલી રકમ હશે તો તેમણે કહ્યું કે આંકડો કરોડોમાં છે. અંગત સંબંધના કારણે આ નાણાકિય વ્યવહાર કર્યો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. આ નેતા ભાજપ છે કે કોંગ્રેસના તેવું પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભાજપના જ નેતા છે કોંગ્રેસના નેતા સાથે મારે આર્થિક વ્યવહાર કરવાનો હોય જ નહીં? રામ મોકરિયાએ તે પણ જણાવ્યું કે મારી પાસે તે નાણાકિય વ્યવહારના પુરાવા પણ છે. હિસાબ 2008નો છે પણ રકમ 2011થી બાકી છે. જો કે તે નેતા વડીલ હોવાથી કાઈ કહીં શકાતું નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે