છેલ્લા 24 કલાકથી Google Trendsમાં ફક્ત રામ જ રામ, આ દેશોમાં રામ મંદિર ટોપ સર્ચ પર


  • Published By :
  • Published Date : 2024-01-22 19:14:44

500 વર્ષથી વધુની રાહ જોયા બાદ અંતે આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન છે. જ્યાં તેમની આરતી ઉતારવામાં આવી હતી. અભિષેક બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠાના આ ખાસ પ્રસંગે  દેશ અને દુનિયામાં ઉજવણીનો માહોલ છે. દેશ અને દુનિયામાં દિવાળી જેવો માહોલ છે.


ટોપ-10 સર્ચમાં રામ મંદિર


આજે એટલે કે 22મી જાન્યુઆરીએ Google પર પ્રાણ પ્રતિષ્ઠા વિશે અગાઉ કરતાં વધુ સર્ચ થયું છે. આ કદાચ પ્રથમ વખત છે જ્યારે Google Trends trends.google.com/trends/trendingsearchesના તમામ ટોપ-10 સર્ચ રામ મંદિર સાથે સંબંધિત છે. આ અગાઉ છેલ્લા 24 કલાકમાં એક જ વિષય પર આવો ટ્રેન્ડ જોવા મળ્યો નથી.


આ દેશોમાં પણ રામ મંદિર ટોપ સર્ચ પર 


સમગ્ર ભારત જ રામને સમર્પિત છે  તેવું નથી, વિદેશોમાં પણ આ રામ મંદિરને લઈને ઘણી સર્ચ થઈ રહી છે. ભારત ઉપરાંત મોરેશિયસ, નેપાળ, યુએઈ, સિંગાપોર, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, મલેશિયા વગેરે દેશોમાં ટોપ ટેન સર્ચમાં રામ મંદિરનો સમાવેશ થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે