પડતર માંગણીઓને લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લડી લેવાના મૂડમાં, 9મી ડિસેમ્બરથી આંદોલન શરૂ


  • Published By :
  • Published Date : 2023-11-27 17:24:48

ગુજરાત સરકાર સામે સરકારી કર્મચારીઓના વિવિધ સંગઠનોએ આંદોલનનું હથિયાર ઉગામ્યું છે. જ્ઞાન સહાયકો, ટીઆરબી જવાનો, આંગણવાડી કાર્યકરો બાદ હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પણ સરકાર સામે બાયો ચઢાવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેની પડતર માંગણીઓને લઈ આગામી દિવસોમાં સરકાર વિરૂધ્ધ ધરણા-પ્રદર્શનો કરશે. ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકારે રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘની મોટાભાગની પડતર માગણીઓ સ્વિકારી લીધી છે. જો કે સરકારે આ મુદ્દે કોઈ ઠરાવ ન કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અંતે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

પદયાત્રા યોજીને રાજ્યમાં મહાપંચાયત કરશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આગામી 9મી ડિસેમ્બરે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકાર સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. સંઘે સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ મનાવવા માટે વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9મી ડિસેમ્બરે સરકારની સામે રાજ્યભરમાં પદયાત્રા યોજીને મહાપંચાયત કરશે, જેમાં પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવશે. ખાસ વાત છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પડતર માંગણીઓ સરકારે સ્વીકારી લીધી છે પરંતુ ઠરાવ હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી.


આંદોલનમાં તમામ શિક્ષકો જોડાશે


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જ્ઞાન સહાયક શિક્ષક યોજના, જૂની પેન્શન યોજનાનો લાભ, ગ્રાન્ટ વધારો, કર્મચારીઓને બદલીના લાભ સહિતની બીજી કેટલાય પડતર માંગણીઓ માટે આગામી 9મી ડિસેમ્બરે ખુલ્લો વિરોધ નોંધાવશે. 9મી ડિસેમ્બરે રાજ્યભરમાં પદયાત્રા કરશે અને બાદમાં મહાપંચાયત કાર્યક્ર્મનું આયોજન કરશે. આ આંદોલનમાં રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં શિક્ષકો જોડાશે, આ આંદોલનમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષકો, આચાર્યો, વહીવટી કર્મચારી અને સંચાલકો જોડાશે. અલગ-અલગ જિલ્લાઓમાં પદયાત્રા અને મહાપંચાયત કરી આ વિરોધ નોંધાવશે. 


અનેક રજૂઆતો છતાં નિવેડો નહીં


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડા એ જણાવ્યુ કે સરકારમાં વારંવાર રજૂઆતો તથા મુલાકાતો કરવામાં આવી છતાં પણ સમાધાન થયું નથી. અને પડતર પ્રશ્નોનું સરકાર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સરકાર સાથે‌ અગાઉ સમાધાન દરમિયાન જે જાહેરાત કરવામાં આવી હતી તથા જે તે આંદોલન વખતે જે માંગણીઓ હતી તેના પણ પરિપત્ર અલગ કરવામાં આવ્યા હતા. તેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા શિક્ષણ વિભાગને 21 તારીખનું અલ્ટીમેટમ આપી અને જણાવ્યું છે કે ત્યાં સુધીમાં તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સરકાર સામે રણ મેદાનમાં ઉતરશે તથા ગુજરાતના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના તમામ મિત્રો પોતાના પડતર પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાથે આંદોલનમાં સહભાગી બનશે. 


રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આ છે પડતર પ્રશ્નો 


1. જ્ઞાનસહાયક યોજના રદ્દ કરીને 10,000થી વધુ ખાલી જગ્યામાં કાયમી ભરતી કરવી 2. 2005 પછી નિમણુક પામેલા તમામ શિક્ષકોને જૂની પેનશન યોજનામાં સમાવવા 3. આચાર્યને 1965ના ઠરાવ મુજબ ઇજાફો આપવો 4. NPSમાં 300 રજાનું રોકડમાં રૂપાંતર 5. ધોરણ 9 થી 12માં સરાસરી કાયમી ધોરણે ઘટાડવી 6. એન.પી.એસ.માં 10 ટકા કપાતની સામે સરકારનો 14 ટકા ફાળો કરવો 7. વર્ગદીઠ 2 શિક્ષકનો રેશિયો આપી સુધારો કરવો 8. પીટી શિક્ષક, લાઇબ્રેરીયન વગેરેની તત્કાલ ભરતી કરવી 9. સાતમા પગાર પંચનો પાંચમો હપ્તો રોકડમાં ચૂકવવો 10. ફાજલના કાયમી રક્ષણમાં 120 દિવસની મર્યાદા દૂર કરવી 11. ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી બદલી સહિત લાભા આપવા 12. વિદ્યાર્થી દીઠ રૂ.2 હજારની ગ્રાન્ટ ફાળવવી 13. ઉદ્યોગ શિક્ષકોનો એન્ટ્રી લેવલ પે સ્કેલ, લઘુ લાયકાતના કારણે અટવાયેલ ઉચ્ચતર પગાર ધોરણ સત્વરે આપવું વગેરે વગેરે....



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.