અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા: અમિત શાહ દ્વારા મંગળા આરતી અને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે પહિંદ વિધિ


  • Published By :
  • Published Date : 2023-06-16 15:36:16

અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 146મી રથયાત્રા અષાઢી બીજના રોજ યોજાશે. અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્ચા માટે નિકળશે. આ 146મી રથયાત્રાને લઈ હાલ જમાલપુર જગન્નાથ મંદિરમાં ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતની રથયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવશે. રથયાત્રાને પગલે મંદિરમાં અત્યારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પેરા મિલિટરી ફોર્સની એક ટુકડીને મંદિરમાં જ તૈનાત કરવામાં આવી છે. વરસાદની આગાહીના પગલે જમાલપુર જગન્નાથ મંદિરના પ્રાંગણમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે.


ભગવાન હાલ મોસાળમાં છે 


ભગવાન જગન્નાથ હાલ તેમના મોસાળ સરસપુરમાં જ છે. 18 જૂનના રોજ રવિવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નિજ મંદિરે પરત ફરશે. 18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે. ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ અને ધ્વજારોહણમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહેશે. બાદમાં નેત્ર વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી યોજાશે. બપોરે સાધુ-સંતો માટે ભંડારો અને વસ્ત્રદાન થશે. સોમવારે ભગવાનનો સોનાવેશ શણગાર, પૂજન વિધિ અને મંદિર પ્રાંગણમાં રથપૂજા થશે. સાંજે વિશિષ્ટ સંધ્યા આરતી યોજાશે અને અષાઢ સુદ બીજના દિવસે મંગળવારે સવારે ચાર વાગ્યે મંગળા આરતી, મહાભોગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરાવી બાદ રથયાત્રાનો પ્રારંભ થશે.


વાજતે-ગાજતે યોજાશે રથયાત્રા


આ વખતે 20 જૂને યોજાનારી રથયાત્રામાં પણ ભગવાન જગન્નાથ વાજતે-ગાજતે નગરચર્યા માટે નિકળશે. રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા જોડાશે. સાધુ-સંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 3,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.


 આ છે રથયાત્રાનો સમગ્ર કાર્યક્રમ  


સવારે 7 વાગ્યે રથયાત્રાનો પ્રારંભ થશે, 9 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચશે, 9.45 વાગ્યે રાયપુર ચકલા 10.30 વાગ્યે ખાડિયા ચાર રસ્તા 11.15 વાગ્યે કાલુપુર સર્કલ, 12 વાગ્યે સરસપુર, બપોરે મોસાળમાં વિરામ,1.30 વાગ્યે સરસપુરથી પરત, 2 વાગ્યે કાલુપુર સર્કલ, 2.30 વાગ્યે પ્રેમ દરવાજા, 3.15 વાગ્યે દિલ્હી ચકલા, 3.45 વાગ્યે શાહપુર દરવાજા, 4.30 વાગ્યે આર.સી. હાઇસ્કૂલ, 5 વાગ્યે ઘી કાંટા, 5.45 વાગ્યે પાનકોર નાકા,6.30 વાગ્યે માણેકચોક, 8.30 વાગ્યે નિજ મંદિર પરત ફરશે.


CM ભૂપેન્દ્ર પટેલ રથયાત્રાને કરાવશે પ્રસ્થાન


અષાઢી સુદ બીજના દિવસે મંગળવારે સવારે 3.45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે અને ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી યોજાશે. 4:30 વાગ્યે ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ હાજર રહેશે અને અતિથિ વિશેષ તરીકે એડીસી બેંકના ચેરમેન અજય પટેલ હાજર રહેશે. ત્યારબાદ સવારે 6:00 વાગ્યે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. 7.05 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરી ભગવાનની રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.