વધુ ત્રણ મહિના મફતમાં રાશન મળશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 19:04:18

કેન્દ્રીય નાણા મંત્રાલયે નિર્ણય લીધો છે કે વધુ ત્રણ મહિના દેશના લોકોને ફ્રીમાં રાશન આપવામાં આવશે. કેન્દ્ર સરકાર ત્રણ મહિના મફતમાં રાશન આપશે તો કેન્દ્ર સરકાર પર 45 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. વરિષ્ઠ પત્રકારો ચર્ચા કરી રહ્યા છે કે રાજકીય દ્રષ્ટિકોણના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. 


કેમ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો?

કેન્દ્ર સરકાર પાસે રાશન આપવા માટેનો જથ્થો વધારે હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી રહી છે. વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે ટૂંક સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજાનાર છે. જેને ધ્યાનમાં લઈને પણ નિર્ણય લીધો હોય શકે. 


રાશનકાર્ડમાં શું-શું મળશે?

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વધુ 3 મહિના માટે 5-5 કિલો વધુ ઘઉં અને ચોખા મળશે. સસ્તા અનાજની દુકાન પરથી મફતમાં અનાજ મળી શકશે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકોને તકલીફ ના પડે તેના માટે કેન્દ્ર સરકારે મફતમાં 80 કરોડ લોકોને રાશન વિતરણ કર્યું હતું. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.