Ratnakar ભાન પણ ભુલ્યા અને મર્યાદા પણ ચુક્યા, સોશિયલ મીડિયા પર કુતરાની પોસ્ટ મૂકી અને.. જાણો શું છે સમગ્ર મામલો ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-08 10:24:00

કહેવાય છે કે અહંકાર જ્યારે માણસના દિમાગમાં છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા તેનો વિવેક મરી જાય છે.. માણસનો અહંકાર મગજ પર ચઢી જાય છે અને તેને ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે.. વિવેક મરેલા એક રાજનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નાશ જ્યારે મનુખ્ય પર મંડરાતો હોય છે ત્યારે સૌથી પહેલા માણસમાં રહેલો વિવેક મરી પરવારતો હોય છે. માણસ પોતાની વિવેક બુદ્ધિ અને ભાન ભૂલી જતો હોય છે. જે નેતાની પોસ્ટ તમને બતાવી છે તે છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી. મહામંત્રીનું પદ મહત્વનું હોય છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે.. 

આ પદ પર રહેલા નેતાની ભાષામાં મર્યાદા હોવી જોઈએ, ભાષામાં સંયમ હોવા જોઈએ.. આ પદ પર બેઠલા વ્યક્તિ માટે આ અપેક્ષિત હોય છે. પરંતુ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં એ પદ પર અત્યારે રત્નાકર બેઠા છે અને તેમના ટ્વિટર પરથી એક ટ્વિટ પોસ્ટ કરવામાં આવી એમના X એકાઉન્ટ પર. તેમણે એક પોસ્ટ કરી જેમાં  એક નવો બનેલો રસ્તો બતાવવામાં આવ્યો હતો અને રોડ પર એક કૂતરો છે એ નવનિર્મિત રસ્તા પર ચાલે છે. રસ્તા પર તે પગ પાડતા પાડતા જાય છે.જો તમને વોટ નથી મળતા તો તેનો મતબલ એ નથી કે.. 

એ ફોટાની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે કે ઈસ ચિત્ર સે હમે યે શિક્ષા મિલતી હેં કી કુત્તો કો વિકાસ સે કોઈ મતલબ નહીં હોતા. તેની પર તેમણે કેપ્શન લખ્યું કે કિતનાભી અચ્છા કામ કિયા ગયા હો, લેકિન કુછ લોગોં કો ઉસસે કુછ નહીં લેના હોતા હેં. Xની પ્રોફાઈલમાં રત્નાકરે મોદી કા પરિવાર લખ્યું છે.. જે વ્યક્તિએ આ શેર કર્યું છે તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના સંગઠન મહામંત્રી છે. જો તેમને કોઈ વોટ નથી આપતું અને વોટ તેમને ના આપે જનતા, તો તેમને કુતરા સાથે સરખાવી દેવાના? જેમની સરખામણી કૂતરા સાથે કરવામાં આવી છે તેમણે જ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 25 સીટો આપી છે.  


ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે તેમ છતાંય મતદાતા..

આ દેશ જનાદેશ પર ટકેલો છે.. તમે એ ગુજરાત રાજ્યના સંગઠન મહામંત્રી છો જેમાં તમને ખબર છેકે અનેક સમસ્યાઓ સામે છે.. ગુજરાત રાજ્ય સંપૂર્ણ નથી કે અહીંયા રામ રાજ્ય પણ નથી. આખી દુનિયામાં હોય છે એમ અહીંયા એ અઢળક સમસ્યાઓ છે.. ગુજરાતની જનતા પોતાની મુશ્કેલીને બાજુમાં રાખીને માત્રને માત્ર હિન્દુત્વને ધ્યાનમાં રાખી, નરેન્દ્ર મોદીને મત આપે છે. પરંતુ જ્યારે આવા મોટા પદ પર રહેલા લોકો આ પ્રકારની પોસ્ટ મૂકે છે ત્યારે તે ચર્ચાનો વિષય તો બનતો હોય છે.. ત્યારે આ પોસ્ટને લઈ તમારૂં શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો.      
રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે.

ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે તમિલનાડુમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 29 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની તબિયત લથડી છે... 60 જેટલા લોકોની હાલત ગંભીર છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે.

નીટની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ ચાલી રહ્યો હતો અને આ બધાની વચ્ચે UGC-NETની પરીક્ષા રદ કરવામાં આવી છે... શિક્ષણ મંત્રાલય દ્વારા આ પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. નવેસરથી આ પરીક્ષા લેવામાં આવશે...

જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફર્સમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે બાલાજીની crunchex વેફર ખરીદી અને તે પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો. ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.