Ashwin 500: રવિચંદ્રન અશ્વિને તોડ્યો અનિલ કુંબલેનો રેકોર્ડ, સૌથી ઝડપી ખેરવી 500 વિકેટ


  • Published By :
  • Published Date : 2024-02-16 17:20:54

ક્રિકેટની દુનિયામાં અન્ના નામથી પ્રખ્યાત રવિચંદ્રન અશ્વિને તે કરી બતાવ્યું જે આજ સુધીમાં માત્ર મહાન અનિલ કુંબલે જ કરી શક્યા હતા. ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં યોજાયેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિગ્સમાં અશ્વિને જેક ક્રાઉલીના રૂપમાં વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 500મો શિકાર કર્યો હતો. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં તે 500 વિકેટ પૂરી કરતા રહી ગયા હતા. તેઓ આવું કરનારા બીજા ભારતીય બોલર બન્યા છે. 


અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ કેમ છે અનોખો?


રવિચંદ્રન અશ્વિનનો 500 વિકેટનો રેકોર્ડ ઘણી બધી રીતે મહત્વનો છે. જેમ કે અનિલ કુંબલેએ પણ ઈંગ્લેન્ડ સામે 9 માર્ચ 2006માં મોહાલી ટેસ્ટમાં 500 શિકારનો આંકડાને સ્પર્શ્યો હતો. આ તેમની 105મી ટેસ્ટ હતી. જ્યારે અશ્વિનને આ સિધ્ધિ મેળવવા માટે માત્ર 98 ટેસ્ટ રમી છે. શ્રીલંકાના મહાન બોલર મુથૈયા મુરલીધરન જ તેમનાથી આગળ છે. મુરલીએ 87 ટેસ્ટમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાના શેન વોર્નને 108 મેચ, ગ્લેન મેકગ્રાને 110મી ટેસ્ટ મેચમાં 500 વિકેટની સફળતા મળી હતી.


કેવું રહ્યું છે ક્રિકેટ કરિયર?


રવિચંદ્રન અશ્વિનના કરિયરની વાત કરીએ તો તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે 6 નવેમ્બર 2011માં અરુણ જેટલી સ્ટેડિયમથી ડેબ્યુ કર્યું હતું. અશ્વિને કુલ 98 મેચમાં 2.79ની ઈકોનોમી સાથે 500 વિકેટ લીધી છે. જેમાં અશ્વિને 34 વખત 5 અને 8 વખત 10 વિકેટ પણ લીધી છે.

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે