RBIએ રેપો રેટ 6.5% પર યથાવત રાખ્યો, UPI Liteની ચુકવણી મર્યાદા વધારીને રૂ.500 કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-10 14:19:12

ભારતીય રિઝર્વ બેંકએ તેની ક્રેડિટ પોલીસીની જાહેરાત કરી છે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ઘોષણા કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ સાથે જ રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત છે,  MSF બેંક રેટ 6.75 પર જળવાઈ રહ્યો છે. સેન્ટ્રલ MPC આવતા વર્ષના પહેલા છ મહિનામાં વ્યાજ દરોમાં વધારો કરી શકે. RBIએ ત્રીજી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.


લોનધારકોને નિરાશા


આરબીઆઈ ગવર્નરે રેપોરેટ  યથાવત રાખતા હોમલોન, પર્સનલ લોન કે વ્હિકલ લોન ધારકોને મોટો ઝાટકો લાગ્યો છે. દેશના લાખો લોકો લોન સસ્તી થશે તેવી આશા રાખી રહ્યા હતા પણ તેમને નિરાશા હાથ લાગી છે. ત્રણ  દિવસ સુધી ચાલેલી આરબીઆઈની ક્રેડિટ પોલીસીની બેઠકમાં વ્યાજ દર ઘટાડવામાં આવશે તેનું માનવામાં આવી રહ્યા હતું. આરબીઆઈ ગવર્નરના જણાવ્યા પ્રમાણે  તેમનું ફોક્સ દેશમાં મોંઘવારીને અંકુશમાં રાકવાનું છે. દેશના અર્થતંત્રનો ગ્રોથ યથાવત છે. જો કે મોંઘવારી મોટી સમસ્યા બની છે, આરબીઆઈનું લક્ષ્ય મોંઘવારી દરને 4 ટકા પર લાવવાનો છે, આરબાઈ મુજબ જુલાઈ અને ઓગસ્ટમાં મોંઘવારી દર વધવાનું અનુમાન છે.  આરબીઆઈના જણાવ્યા પ્રમાણે વર્ષ 2023-24 માટે મોંઘવારીનું અનુમાન 5.4 ટકા રહે તેવી શક્યતા છે. 


ઑફલાઇન પેમેન્ટની સુવિધા પણ લાવવામાં આવશે


RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારી છે. આ સાથે જ ટૂંક સમયમાં ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે UPI પેમેન્ટ્સ વધારવા માટે અનેક પગલાંની જાહેરાત કરી હતી અને એ સાથે જ પોતાના નિવેદનમાં આ અંગેની માહિતી આપી હતી કે RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન લિમિટ વધારીને 200 રૂપિયાથી 500 રૂપિયા સુધી કરશે. આ સાથે જ ટૂંક સમયમાં UPI દ્વારા ઑફલાઇન ટ્રાન્જેકશનની સુવિધા પણ લાવવામાં આવશે અને UPI પ્લેટફોર્મ પર વાતચીતની ચુકવણીની સુવિધા પણ શરૂ કરવામાં આવશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.