RBIને મળ્યો ધમકીભર્યો ઈ-મેલ, "મુંબઈમાં 11 જગ્યાએ બોંબ મુકવામાં આવ્યા છે, નિર્મલા સીતારમણના રાજીનામાનું આપે"


  • Published By :
  • Published Date : 2023-12-26 19:04:32

મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને બોમ્બની ધમકી આપવામાં આવી છે. RBI ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો છે. આ ધમકીભર્યો ઈમેલ મોકલનાર ખિલાફત ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાનો દાવો કર્યો છે. આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બ મુકવામાં આવ્યા છે. આ સાથે જ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ઈમેલમાં RBI ઓફિસ, HDFC બેંક અને ICICI બેંકમાં બોમ્બ મૂકવાની ધમકી આપવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેબિનેટ મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માંગ કરવામાં આવી છે.



શું લખ્યું હતું ધમકીભર્યા ઈમેલમાં?


આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે બ્લાસ્ટ થવાનો છે. આ પછી, ગભરાટ ફેલાયો હતો અને પોલીસે દરેક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ અંગે મુંબઈની એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.આ ઈમેલ મોકલનારએ સ્પષ્ટ કહ્યું છે કે અમારી ધમકીને અવગણશો નહીં.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.