રાજકોટ અગ્નિકાંડ મામલે પ્રતિક્રિયા આપતા ભાનુબેન બાબરીયા ભાવુક થયા, સાંભળો સમગ્ર મામલે શું કહ્યું તેમણે? એકબીજા પર દોષનો ટોપલો ઢોળવા તત્પર નેતાઓ..!


  • Published By :
  • Published Date : 2024-06-01 13:41:57

રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં અનેક જિંદગીઓ હોમાઈ છે.. ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી.. મૃતકના પરિવારજનોના આંસુ સૂકાઈ નથી રહ્યા... જનતામાં આક્રોશ ફેલાઈ રહ્યો છે.. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ કોથળામાં આવી રહ્યા છે.. અંતિમ વખત પરિવારજનોને તેમનો ચહેરો પણ નસીબ નથી થતો. એવું કહેવામાં આવે છે કે સ્ત્રી સંવેદનશીલ હોય છે.. પીડા ભલે બીજાની હોય પરંતુ તેની થોડી અનુભૂતિ તો તેમને પણ થતી હોય છે.. પરંતુ એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયાએ રાજકોટ અગ્નિકાંડ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી ન હતી. પરંતુ આટલા દિવસો બાદ તે આ મામલે બોલ્યા છે.. 

શું કહ્યું ભાનુબેન બાબરીયાએ પ્રતિક્રિયા આપતા? 

રાજકોટમાં ગયા શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ.. આગની લપેટમાં આવીને 27 જેટલી જિંદગીઓ હોમાઈ ગઈ.. ગેમ ઝોનની મજા લેવા ગયેલા લોકોના જીવન સાથે ગેમ થઈ ગઈ હોય તેવું લાગ્યું. અનેક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી પરંતુ ગુજરાતના એક માત્ર મહિલા મંત્રીએ આ મામલે પ્રતિક્રિયા આપી ના હતી આટલા દિવસો સુધી. ત્યારે આ મામલે ભાનુબેને  પ્રતિક્રિયા આપી છે.. તેમણે કહ્યું કે તે તેમનાથી બનતી બધી કાર્યવાહી કરી રહ્યા છે.. ઘટના બની તે બાદથી તે અધિકારીઓ સાથે તે સંપર્કમાં છે.. જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારને મૃતદેહ મળી જાય તે માટે તે સતતને સતત ચિંતા કરી રહ્યા છે.. તેમણે કહ્યું કે એસઆઈટી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે તેમાં દોષિતોને છોડવામાં નહીં આવે... પ્રતિક્રિયા આપતા આપતા તે ઈમોશનલ થયા હતા.. મહત્વનું છે કે આટલા દિવસો ભાનુ બાબરીયા મૌન રહ્યા, જમાવટની ટીમે જ્યારે તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમણે વાત કરવાનું ટાળ્યું હતું પરંતુ અચાનક તેમની પ્રતિક્રિયા સામે આવી છે.. 



અગ્નિકાંડ મામલે અનેક નેતાઓએ સાધ્યું મૌન 

મહત્વનું છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે નેતાઓ દ્વારા, ધારાસભ્યો દ્વારા અનેક વખત મૌન સેવી લેવાતું હોય છે.. રાજકોટમાં જે દુર્ઘટના બની, તેમાં મૃત્યુ પામેલા પરિવારજનોને પોતાના સ્વજન પાછા નથી મળવાના, એ માતા પિતાને પોતાના સંતાનો પાછા નથી મળવાના પરંતુ શું નેતાઓની ફરજમાં નથી આવતું કે તે બે શબ્દો સંવેદનના વ્યક્ત કરે, સહાનુભૂતિના વ્યક્ત કરે.. મહિલા તરીકે તે આવી લાગણીને સમજી શકે છે, ભાનુબેન બાબરીયા તો મહિલા અને બાળ વિકાસ મંત્રી છે અને રાજ્યના એક માત્ર મહિલા મંત્રી છે.. ત્યારે મંત્રીની પ્રતિક્રિયા પર આપનું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવો..             



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .