મંદીની અસર હવે જોબ માર્કેટ પર, પહેલા છ મહિનામાં IT કંપનીઓમાં 24% નોકરીઓ ઘટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 13:43:32


વૈશ્વિક મંદીના કારણે દુનિયાભરના અર્થતંત્રોમાં આર્થિક પ્રવૃતિઓ શિથિલ થઈ ગઈ છે. દેશ અને વિદેશની ટોચની આઈટી કંપનીઓ પર  તેની અસર જોવા મળી રહી છે. ગયા વર્ષની  તુલનામાં આઈટી  કંપનીઓના સ્ટાફની ભરતીમાં 25 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.


નવી નોકરીઓ 50 ટકા જેટલી ઘટી શકે


આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સમગ્ર નાણાકિય વર્ષ દરમિયાન દેશની આઈટી કંપનીઓમાં નવા કર્મચારીઓની સંખ્યા 50 ટકા જેટલી ઘટી શકે છે, લગભગ 227 અબજ ડોલરની સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીઝના નવા જોબ એડિશનનો આ આંકડો ખુબ જ નબળો મનાઈ રહ્યો છે.  


સ્ટાફ ઘટાડા પાછળનું કારણ યુરોપ અને અમેરિકા જેવા વિકસિત અર્થતંત્રમાં બિઝનેશ એક્ટિવિટીઝ સુસ્ત થઈ છે. તે ઉપરાંત રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે દુનિયાભરની આઈટી કંપનીઓની હાલત ખરાબ થઈ ગઈ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .