Loksabha Election પહેલા BJPમાં શરૂ થશે ભરતી મેળો! Bharat Boghraની અધ્યક્ષતામાં બનેલી ટીમ કહેશે કોને ભાજપમાં જોડવા?


  • Published By :
  • Published Date : 2024-01-04 14:05:59

લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ પર પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનું વ્યાપ વધે તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેની જવાબદારી ભાજપે ઉપાધ્યક્ષ ભરત બોઘરાને સોંપી છે. ભરત બોધરાની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવી છે એટલે ફરી ભરત બોઘરા નવા વરરાજા લાવશે જે રાજીનામું આપશે અને તે એના અનવર બનશે. બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં લાવવામાં આવશે અને ભાજપમાં ભરતીમેળો થશે...! 

ભરત બોઘરાની અધ્યક્ષતામાં રચાઈ કમિટી

આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સામ, દામ,દંડ ભેદનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અપનાવામાં આવશે. ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટી રચાઈ છે જેની જવાબદારી હશે બીજી પાર્ટીના નારાજ નેતાઓને ભાજપમાં જોડવાની. આ કમિટીમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Will BJP do a Gujarat in MP ahead of 2023 polls?

 ભાજપમાં શરૂ થશે ભરતી મેળો!

આ કમિટી અન્ય પક્ષના કયા નારાજ નેતાને ભાજપમાં સામેલ કરવા તે અંગેનો રિપોર્ટ સોંપશે. તે અંગેના અભિપ્રાયો આપશે. આ કમિટીનો હેતુ રહેશે કે પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો. મહત્વનું છે કે ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યો જ્યારે રાજીનામું આપવા ગયા ત્યારે એક ચહેરો કોમન હતો. અને તે હતા ભરત બોઘરા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું સુકાન સોંપવામાં આવ્યું છે. એટલે હવે જલ્દી જ રાજીનામાનું જે નાટક હતું, જેના પર વિરામ મુકાયો હતો એ હવે ફરી શરૂ થઈ શકે છે. 

Image

આઠ સિનિયર નેતાઓને સોંપવામાં આવી જવાબદારી 

લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારથી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.  પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે