ચલણી નોટોને લઈ કેજરીવાલે આપ્યું નિવેદન, કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2022-10-26 12:39:55

હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, દિવાળી દરમિયાન આપણે ત્યાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી તેમજ ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કેન્દ્ર સરકારને ચલણી નોટોમાં માતા લક્ષ્મી તેમજ ગણપતિજીનો ફોટો રાખવા અપિલ કરી છે. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી છે. 

અર્થવ્યવસ્થા સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી - કેજરીવાલ

અર્થવ્યવસ્થાને લઈ કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ જરૂરી છે. ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજાનું ઘણું મહત્વ રહેલું છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારાવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે.

   

પૂજા કરતી વખતે કેજરીવાલને આવ્યો વિચાર

વધુમાં તેમણે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે સમૃદ્ધિ અને સુખ માટે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. તો આપણી ચલણી નોટ પર પણ તેમની તસવીર હોવી જોઈએ. ગાંધીજીની તસવીર સાથે માતા લક્ષ્મી અને ગણપતિની તસવીર પણ હોવી જોઈએ. વધુમાં  કેજરીવાલે કહ્યું કે અમે દેશમાં જે ચલણી નોટ ચાલી રહી છે તેને પરત લેવાની વાત નથી કરતા. પરંતુ હવે આગળ જે નવી નોટ છપાય તેમાં આવી તસવીર રાખવી જોઈએ. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે