Reliance Industryએ શેર ધારકોને આપી ભેટ, લાયક શેરધારકોના ડીમેટ ખાતામાં જમા થયા JFSLના શેર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-13 19:12:02

આવનાર દિવસોમાં Jio Financial Service (JFSL)નું લિસ્ટિંગ થવાનું છે. હજી સુધી તારીખ જાહેર નથી થઈ પરંતુ તે પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતાના નિવેશકોને ભેટ આપી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તે રોકાણકારોના ડીમેટ ખાતામાં ગુરુવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેર જમા કરવામાં આવ્યા છે જેઓ તેના માટે પાત્ર હતા. Jio Financial ના શેર 20 જુલાઈ, 2023 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર ધરાવતા કોઈપણ રોકાણકારના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવ્યા છે.



રિલાયન્સની સમાન સંખ્યામાં JFSLના શેર ફાળવવામાં આવ્યા છે  

જેમના ડિમેટ ખાતામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હશે તેમને કંપની તરફથી એક પ્રકારની ભેટ આપવામાં આવી છે. 20 જુલાઈ 2023 ડિમેટ અકાઉન્ટમાં જેટલા શેર હતા તે પ્રમાણે તેમને Jio Financial Service (JFSL)ફાળવવામાં આવ્યા છે. જેટલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જેટલા શેર હતા, તેમને JFSLના સમાન સંખ્યામાં શેર શેરધારકોને ફાળવવામાં આવ્યા છે. JFSLનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં રૂ. 273 પર સેટલ થયો હતો. જ્યારે BSE પર ભાવ રૂ. 261.85 પર સ્થિર થયો હતો. Jio Financial ના શેર ખરીદનારા રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. જ્યાં સુધી સ્વતંત્ર રીતે સ્ટોકનું લિસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી ભાવ સ્થિર રહેશે. 



આ રહેશે શેરના ભાવ 

ભલે હાલ શેર ટ્રેડરના ખાતામાં આવી ગયા છે પરંતુ શેરનું ટ્રેડિંગ જ્યારે લિસ્ટિંગ થઈ જાય તે બાદ પણ થશે જેવી જાણકારી આપવામાં આવી છે. હાલ ટ્રેડિંગ કરી શકાશે નહીં. જ્યારે કંપનીનું લિસ્ટિંગ થશે તે બાદ જ ટ્રડિંગ કરાશે. સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર 28 ઓગસ્ટ 2023ની આસપાસ કંપનીનું લિસ્ટિંગ થઈ શકે છે. રૂ. 273 પર Jio Finનો સ્ટોક સ્પેશિયલ ટ્રેડિંગમાં સેટલ થયો હતો. જ્યારે BSE પર રૂ. 261.85ના ભાવે સેટલ થયો હતો. રોકાણકારો હવે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે.    



JFSL 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ!

જો Jio Financial Servicesનું માર્કેટ કેપની વાત કરીએ તો  રૂ. 1,66,000 કરોડ એટલે કે 20 અબજ ડોલરથી વધુ હશે. માર્કેટ કેપની દ્રષ્ટિએ જોવા જઈએ તો Jio Financial Services દેશની 32મી સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે. મહત્વનું છે કે HDFC લાઇફ અને બજાજ ઓટોનું માર્કેટ કેપ પણ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસ કરતા ઓછું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થયેલી ફાઇનાન્શિયલ કંપની Jio ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરનું મૂલ્ય 261.85 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે