લોકસભા ચૂંટણી પહેલા AAP માટે રાહતના સમાચાર! દારૂ પોલિસી કેસમાં સંજય સિંહને જામીન મળ્યા છે, આટલા સમયથી હતા જેલમાં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-02 15:54:53

આમ આદમી પાર્ટીને લોકસભા પહેલા એક મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહને  જામીન આપી દીધા છે. કથિત દારૂ કૌભાંડ મામલે તેમની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 6 મહિનાથી તેઓ જેલમાં હતા પરંતુ આજે તેમને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. મોડી રાત સુધીમાં અથવા કાલે સવાર સુધીમાં તેમની જેલમુક્તિ થઈ શકે છે. આજે ઈડીએ તેમના જામીન પર વિરોધ પ્રદર્શિત ના કર્યો હતો.

       

સુપ્રીમ કોર્ટે સંજયસિંહના જામીન કર્યા મંજૂર 

ઈડીએ આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી હતી. કોર્ટ સમક્ષ અરવિંદ કેજરીવાલને રજૂ કરવામાં આવ્યા હતા. અને અરવિંદ કેજરીવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને ચૂંટણી પહેલા મોટી રાહત મળી છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહને ૬ મહિના પછી સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. વાત કરીએ સંજય સિંહની તો તેમની દિલ્હીના કથિત લિકર એક્સસાઈઝ પોલિસી  કૌભાંડ અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૩ના રોજ તમની ધરપકડ થઈ હતી. 6 મહિનાથી તેઓ જેલમાં હતા. ત્યારે આજે તેમના જામીનને સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા છે. 


અરવિંદ કેજરીવાલની પણ ઈડીએ કરી ધરપકડ 

2024ના લોકસભાનું ઇલેકશનનું પ્રથમ ચરણનું વોટિંગ ૧૯ એપ્રિલે ચાલુ થશે ત્યારે એ પેહલા આમ આદમી પાર્ટીને આ ખુબ મોટી રાહત મળી છે . આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં છે. વાત કરીએ સત્યેન્દ્ર જૈનની તો તે મે ૨૦૨૨થી જેલમાં છે. મનીષ સીસોદીયા ફેબ્રુઆરી ૨૦૨૩થી, આપના કૉમ્યૂનિકેશન ઈન ચાર્જ વિજય નાયર નવેમ્બર ૨૦૨૨થી જેલમાં છે. મહત્વનું છે કે  આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં છે. અગાઉ અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યા છે કે કેન્દ્રીય એજન્સીઓ એ આખી આમ આદમી પાર્ટીને ખતમ કરી નાખવા માંગે છે.


સંજયસિંહ રહ્યા છે અરવિંદ કેજરીવાલના સહયોગી 

વાત કરીએ સંજયસિંહની તો તેઓ ૨૦૧૮ થી દિલ્હીથી રાજ્યસભામાં સાંસદ છે . તેમની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી . તેઓ આમ આદમી પાર્ટીના પ્રવકતા અને ઉત્તર પ્રદેશ, ઓડિશા, રાજસ્થાનના પ્રભારી છે . તેઓ અરવિંદ કેજરીવાલના ખુબ જુના સહયોગી છે , ૨૦૦૬ માં RTI માટેનું આંદોલન થયું ઉપરાંત ૨૦૧૧ના એન્ટી કરપ્શન મોવેમેન્ટમાં કેજરીવાલના સહયોગી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને આજે મોટી રાહત મળી છે.    લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવી ગયું છે. આજે ફોર્મની ચકાસણી કરાઈ. આ બધા વચ્ચે ગેનીબેન ઠાકોર પર પાલનપુરના પૂર્વ ધારાસભ્યએ ગંભીર આરોપો લગાવ્યા છે. ગેનીબેન ઠાકોર દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે.

ગુજરાત માટે ભાજપ પાંચ લાખની લીડ સાથે દરેક બેઠક પર જીત હાંસલ કરશે તેવો લક્ષ્ય રાખ્યો છે. આ લક્ષ્યને પાર કરવા માટે ભાજપનું સંગઠન કામ કરશે. પેજ પ્રમુખ તેમજ સમિતીને આને લઈ જવાબદારી સોંપવામાં આવી છે.

અનેક ઉદાહરણો આપણે જોયા હશે જેમાં માણસો આપણી સામે કંઈ અલગ હોય છે અને બીજાની સામે કંઈ અલગ હોય છે.. પારકી પંચાતમાં અનેક લોકો પોતાની જીંદગીને વેડફી નાખે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે બેફામસાહેબની રચના

એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.