નર્મદાના પૂરથી અસરગ્રસ્ત છૂટક વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત, જાણો કેટલી મળશે સહાય


  • Published By :
  • Published Date : 2023-09-29 21:57:09

નર્મદાના પૂરથી તારાજ થયેલા ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના વિસ્તારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ગુજરાત સરકારના પુનર્વસન પેકેજનો લાભ ભરૂચ જીલ્લાના 40 ગામો તથા ૨ શહેરો, વડોદરા જીલ્લાના 31 ગામો તેમજ નર્મદા જીલ્લાના 32 ગામોના અસરગ્રસ્ત નાના, લઘુ અને મધ્યમ વર્ગના વાણિજ્ય, વેપારી અને સેવાકીય પ્રવ્રુતિઓને મળવાપાત્ર થશે. અગાઉ રાજય સરકારે કૃષિ રાહત પેકેજ તથા કપડા અને ઘરવખરી સહાયની પણ જાહેરાત કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ત્રણ જિલ્લાઓના નાના વેપારી , રેકડીધારકો માટે આ સહાયની જાહેરત કરાઈ છે. લારીધારકોને ઉચક 5 હજારની રોકડ સહાય કરાશે. 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારને 20 હજારની સહાય આપશે. 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવનારાને 40 હજારની સહાય અપાશે. નાની અને મધ્યમ દુકાનધારકોને 85 હજારની સહાય કરાશે. લોનમાં વધુમાં વધુ 5 લાખ સુધીની સહાય કરાશે.


કોને મળશે સહાયનો લાભ?


આ સહાય પેકેજ અંતર્ગત અસરગ્રસ્ત ગામોના વેપાર ધંધા પુન: કાર્યાન્વિત થઇ શકે તે માટે લારી/રેકડી, નાની કેબિન/ દુકાનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. એટલું જ નહી માસિક રૂ. ૫ લાખથી વધુનું ટર્નઓવર હોય તેવા વેપારી/ મોટી દુકાન અને પાકા બાંધકામવાળી દુકાનો માટે બેંકો અને નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોને લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.પુન:વસન સહાય માટે સર્વે કરી ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જેવા આધાર ધ્યાનમાં લઇ સહાય ચુકવવામાં આવશે. ઉચ્ચક રોકડ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ તા. 31/10/2023 સુધીમાં સંબંધિત મામલતદાર – નગરપાલિકાના ચીફ ઓફીસરને અરજી કરવાની રહેશે. જ્યારે વ્યાજ સહાય મેળવવાપાત્ર અસરગ્રસ્તોએ સંબંધિત જીલ્લા ઉદ્યોગ કેન્દ્રને લોનના મેળવ્યાના જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અસરગ્રસ્ત એકમને સહાય મંજૂર કરવાના મામલે જો કોઈ વિવાદ થાય તો તેવા કિસ્સામાં કલેક્ટરના અધ્યક્ષતામાં અપીલ સમિતિને રજૂઆત કરી શકાશે. 


અસરગ્રસ્તોને કેટલી મળશે સહાય?


લારી / રેકડી ધારકોને ઉચ્ચક રોકડ સહાય – રૂ. 5,000/-

નાની સ્થાયી કેબિન ધારકોને 40 ચોરસ ફુટ સુધીનો વિસ્તાર ઉચ્ચક રોકડ સહાય – રૂ. 20,000/- ,

મોટી કેબિન ધારકોને 40 ચોરસ ફુટથી વધારે વિસ્તાર ઉચ્ચક રોકડ સહાય – રૂ. 40,000/-

નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન એટલે પાકા બાંધકામવાળી જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. 5લાખ સુધી હોય , તેને ઉચ્ચક રોકડ સહાય – રૂ. 85,000/-

મોટી દુકાન એટલે કે પાકા બાંધકામવાળી અને જેનું માસિક ટર્નઓવર (GST રીટર્ન મુજબ) રૂ. 5 લાખથી વધુ હોય તેને , રૂ. 20 લાખ સુધીની લોન લેનારને 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7%ના દરે વધુમાં વધુ કુલ રૂ. 5 લાખ સુધીની સહાય અપાશે .



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે