મોરબી પગરખા કાંડ: લેડી ડોન 'રાણીબા' સહિત પાંચ આરોપીના રિમાન્ડ મંજુર, 1 ડિસેમ્બર સુધી રહેશે કસ્ટડીમાં


  • Published By :
  • Published Date : 2023-11-28 18:22:14

મોરબીમાં દલિત યુવાનને પગાર મામલે માર મારીને ચપ્પલ મોઢામાં લેવડાવવાના કેસમાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે 'રાણીબા'ના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. લેડી ડોન બનીને ફરતી રાણીબાના એક ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે. આજે વિભૂતિ પટેલ ઉર્ફે 'રાણીબા' સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓના આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ઉપરાંત ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત ભગલાની, ક્રિશ મેરજા, પ્રીત વડસોલાને કોર્ટમાં રજૂ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી લેડી ડોન વિભૂતિ પટેલ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. 




7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ


મોરબીના ચકચારી પગરખા કાંડ મામલે આજે વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી સાથે નામદાર મોરબી અદાલતમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચેય આરોપીઓને આગામી તા.1 ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યા સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતાં. આ કેસમાં આજે પણ પોલીસે વધુ ત્રણ આરોપીને ઝડપી પાડયા છે. આજે પોલીસે પરીક્ષિત ભગલાણી, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા નામના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અગાઉ ડી ડી.રબારી નામના આરોપીને પોલીસ ઝડપી પાડયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે. આ પૈકીના છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.


કોણ છે રાણીબા?


મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી વિભૂતિ પટેલ મોરબીમાં સિરામિક એક્સ્પોર્ટનો વ્યવસાય કરે છે. ફરિયાદી યુવાન નિલેષભાઈને ઢોર માર મારતા મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત બાર લોકો સામે એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત IPC કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

રાણીબા સહિત ત્રણની ધરપકડ, 5 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાશે -  Morbi Update

શું છે સમગ્ર મામલો?


મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ હિતેન્દ્રભાઈ સીતાપરાની ફેક્ટરીમાં અનુસૂચિત જાતિ સમાજનો નિલેશભાઈ દલસાણીયા નામના યુવાન નોકરી કરતો હતો. જો કે રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલે તેને પગાર ચુકવ્યા વગર જ છૂટો કરી દીધો હતો અને પછી તેને બોલાવીને માર મારતા વિવાદ વકર્યો હતો. 'રાણીબા'એ તે દલિત યુવાનને ચામડાના પટ્ટાથી ઢોર માર મારી મોઢામાં પગરખું લેવડાવવાની કુચેષ્ઠા પણ કરી હતી. આ સમગ્ર મામલે રાણીબા ઇન્ડસ્ટ્રીઝની સંચાલિકા વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, ક્રિશ મેરજા, પ્રીત વડસોલા અને પરીક્ષિત ભગલાણી અને ડી.ડી.રબારી વિરુદ્ધ ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝનમાં ફરિયાદ નોધાવી હતી. બાદમાં લેડી ડોન વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી.આ મામલે સૌ પ્રથમ ડી.ડી.રબારી પોલીસના શરણે આવ્યા બાદ ગઈકાલે રાણીબા સહિતના ત્રણ આરોપીઓ અને આજે વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તમામને નામદાર મોરબી અદાલત સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ સાથે તપાસનિશ અધિકારી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે