Repo Rate: નહીં વધે હોમ લોનની EMI!સતત છઠ્ઠી વખત RBIએ રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો


  • Published By :
  • Published Date : 2024-02-12 15:54:10

ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ગુરૂવારે નાણાકીય નીતિની સમીક્ષા રજુ કરી. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકિય નીતિની સમીક્ષામાં પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 7 ટકા રહી શકે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યો છે. ગત વર્ષે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ફેબ્રુઆરી 2023માં બેંચમાર્ક દરોમાં વૃધ્ધી કરી હતી. આ સમયે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.5 ટકા કરી દીધો હતો.  


ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત


ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં મોંઘવારીનો દર જુલાઈ 2023માં 7.4 ટકાના ઉચ્ચ દર પર સ્થિર હતા. મોંઘવારી દરોમાં હજું પણ તેજી યથાવત છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ડિસેમ્બર 2023માં મોંઘવારી દર 5.69 ટકા પર યથાવત રહી છે. 


સતત છઠ્ઠી વખત પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નહીં


RBI મોંઘવારી દરને 4થી 6 ટકાની મર્યાદામાં જાળવી રાખવા માંગે છે. ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય નિતીઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેથી જ સામાન્ય લોકોની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતના દરોમાં કોઈ ફેરફાર થયો નથી. બેંકની નાણાકીય નીતિ સમિતિના 12 સભ્યોમાંથી તમામે રેપો રેટમાં ફેરફાર નહીં કરવાના પ્રસ્તાવ પર સહમતિ વ્યક્ત કરી હતી. સતત છઠ્ઠી વખત ભારતીય રિઝર્વ બેંકે પોલીસી રેટ્સમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લે 8 ફેબ્રુઆરી, 2023ના રોજ રેપો રેટને 25 બેઝીસ પોઈન્ટ એટલે કે 0.25 ટકા વધારીને 6.50 ટકા કરી દીધો હતો. 



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે