'Pokમાં 24 સીટો અનામત’, અમિત શાહે કહ્યું- આંતરિક મુદ્દાને UNમાં લઈ જવો તે નહેરુની ઐતિહાસિક ભૂલ


  • Published By :
  • Published Date : 2023-12-06 20:41:53

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે 1947માં કાશ્મીર પર પાકિસ્તાનના હુમલાથી લઈને 90ના દાયકામાં ફેલાયેલા આતંકવાદનો ઉલ્લેખ કર્યો અને આ બધા માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. ઉલ્લેખનિય છે કે નવા બિલની જોગવાઈઓ મુજબ જમ્મુમાં પહેલા 37 સીટો હતી, હવે 43 થશે. કાશ્મીરમાં પહેલા 46 હતા, હવે 47 થશે. અને પીઓકેમાં 24 સીટો અનામત રાખવામાં આવી છે કારણ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) પણ આપણું છે. અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર પરના બે બિલમાંથી એકમાં એક મહિલા સહિત કાશ્મીરી સ્થળાંતર સમુદાયના બે સભ્યોને વિધાનસભામાં મોકલવાની જોગવાઈ છે.


વિપક્ષે કર્યું વોકઆઉટ


ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કારણે જમ્મુ-કાશ્મીરે બે બ્લંડરને સહન કરી રહ્યો છે. પ્રથમ યુદ્ધવિરામની જાહેરાત કરવી અને બીજું કાશ્મીરનો મુદ્દો યુએનમાં લઈ જવાનો હતો. અમિત શાહના આ નિવેદન બાદ બુધવારે લોકસભામાં હોબાળો થયો હતો. અમિત શાહના નિવેદન બાદ વિપક્ષી નેતાઓએ તેમની વિરુદ્ધ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. થોડા સમય બાદ વિપક્ષી સાંસદોએ અમિત શાહના નિવેદનના વિરોધમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.


શું કહ્યું અમિત શાહે?


અમિત શાહે ગૃહમાં કહ્યું કે, “વડાપ્રધાન તરીકે પંડિત નેહરુના કાર્યકાળ દરમિયાન બે મોટી ભૂલો તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે થઈ હતી, જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. પહેલી અને સૌથી મોટી ભૂલ એ હતી કે જ્યારે આપણી સેના જીતી રહી હતી ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ સીઝફાયર જાહેર કરી દેવામાં આવ્યું અને આ કારણે જ PoKનો જન્મ થયો. જો યુદ્ધવિરામ ત્રણ દિવસ પછી થયું હોત તો આજે PoK ભારતનો ભાગ હોત. બીજી મોટી ભૂલ ભારતની આંતરિક સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની હતી. હું માનું છું કે આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવો જોઈતો ન હતો, પરંતુ જો લઈ જવો હોય તો સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર 51 હેઠળ લઈ જવો જોઈતો હતો, પરંતુ તેને ચાર્ટર 35 હેઠળ લઈ જવામાં આવ્યો હતો. નેહરુએ પોતે સ્વીકાર્યું કે તે એક ભૂલ હતી, પરંતુ હું માનું છું કે તે એક બ્લંડર હતું.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે