લોકોને મોંઘવારીથી નહીં મળે રાહત, ઓગસ્ટમાં છૂટક ફૂગાવો વધીને 7 ટકા થયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 20:06:10

સરકારે ઓગસ્ટ 2022ની છૂટક મોંઘવારીના આંકડા જાહેર કર્યાં છે. ગયા મહિને ઓગસ્ટમાં મોંઘવારી વધી છે. છેલ્લા મહિનામાં છૂટક મોંઘવારી વધી છે. ઓગસ્ટમાં રિટેલ ફુગાવો વધીને 7 ટકા થયો હતો. અગાઉ તે જુલાઈ 2022માં 6.71 ટકા હતો. આમ, ફુગાવાનો દર સળંગ આઠમા મહિને આરબીઆઈના સંતોષકારક સ્તરથી ઉપર રહ્યો છે. આરબીઆઈએ મોંઘવારી દર માટે 2 થી 6 ટકાનું સંતોષકારક સ્તર આપ્યું છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી ખુબ વધી હતી. આ રીતે જોવા જઈએ તો છૂટક મોંઘવારીમાં 0.28 પોઈન્ટનો વધારો થયો છે. 


શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા


ગયા મહિને ખાદ્ય ફુગાવો 7.62 ટકા હતો. જુલાઈ 2022માં તે 6.75 ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ઓગસ્ટમાં શાકભાજીનો મોંઘવારી દર 13.23 ટકા રહ્યો હતો.



ખાદ્ય તેલોમાં ઘટાડો પણ અનાજમાં વધારો


ઓગસ્ટમાં ખાદ્યતેલોના સરેરાશ ભાવમાં ઘટાડો થયો હતો. સરકાર દ્વારા આયાત ડ્યૂટીમાં ઘટાડો અને વૈશ્વિક ભાવમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલોના ભાવ ઘટ્યા હતા. જ્યારે કઠોળ, ચોખા અને ઘઉં જેવા મુખ્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે. રેકોર્ડ હીટવેવને કારણે આ કિંમતોમાં વધારો થયો છે. ખાદ્ય મોંઘવારી વધવા માટે આ મુખ્ય કારણોમાંનું એક હતું.


ઓગસ્ટમાં શહેરી અને ગ્રામીણ બન્નેમાં ખાદ્ય મોંઘવારી વધી 


જુલાઈમાં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી 7.55 ટકા રહી હતી જ્યારે ઓગસ્ટ 2021માં શહેરી વિસ્તારોમાં ખાદ્ય મોંઘવારી દર 3.28 ટકા હતો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 7.60 ટકા રહ્યો છે, જે જુલાઈમાં 6.73 ટકા હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્યાન્ન મોંઘવારી 3.08 ટકા રહી હતી.


ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ ધીમો પડ્યો


ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ રેટ જુલાઈમાં સુસ્ત રહ્યો છે. દેશમાં જુલાઈ મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 2.4 ટકાના દરથી વધ્યો છે. એક વર્ષ પહેલા જુલાઈ 2021 દરમિયાન IIPમાં 11.5 ટકાની વૃધ્ધી થઈ હતી. નેશનલ સ્ટેટીસ્ટીકલ કમિશન (NSO) દ્વારા સોમવારે  જાહેર કરાયેલા ઔદ્યોગિક ઉત્પાદન ઈન્ડેક્સ (IIP)ના આંકડાથી આ જાણકારી મળે છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.