ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થઈ, ચોખાનું ઉત્પાદન 60-70 લાખ ટન ઘટશે તો ભાવ વધશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 18:34:09

મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ખરીફ સિઝનમાં ડાંગરની વાવણી ઓછી થવાને કારણે ચોખાના ભાવ વધી શકે છે. વાવણી ઓછી થતાં ચોખાનું ઉત્પાદન 60-7 મિલિયન ટન જેટલું ઓછું રહેવાની આશંકા છે. આવી સ્થિતિમાં પહેલેથી જ સુસ્ત અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ વધશે. છૂટક મોંઘવારી દર  જે ત્રણ મહિનાથી ઘટી રહ્યો છે, તે ફરીથી વધવા લાગ્યો અને ઓગસ્ટમાં 7 ટકા સુધી પહોંચ્યો છે.  કારણ કે અનાજ સહિત તમામ ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો હતો.


ચોખાના ભાવ વધવાની સંભાવના


નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે મોંઘવારી આગામી સમયમાં ઊંચા સ્તરે રહેશે. જૂન-સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ અને દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હજુ વિદાય લેવાનું બાકી હોવાથી ડાંગરના પાકને લઈને ચિંતા વધી છે. ભારતનું ચોખાનું ઉત્પાદન 2021-22ના પાક વર્ષમાં 132.29 કરોડ  ટન રહ્યું, જે એક વર્ષ અગાઉ 1243.7 કરોડ ટન હતું. ખાદ્ય મંત્રાલયે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષની ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 60-70 લાખ  ટન ઓછું રહેશે. દેશના કુલ ચોખા ઉત્પાદનમાં ખરીફ મોસમનો હિસ્સો લગભગ 85 ટકા છે.


શનિવારે નાણા મંત્રાલયના અહેવાલમાં ખરીફ સિઝનમાં ઓછા પાકના વાવેતર વિસ્તારને ધ્યાનમાં રાખીને કૃષિ કોમોડિટી સ્ટોકના કાર્યક્ષમ સંચાલનની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો કે તેમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારીના મોરચે બેચેન થવાનું ટાળવું જોઈએ. નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે જણાવ્યું હતું કે, “ચોખાને કારણે સ્થાનિક મોંઘવારી પર તાત્કાલિક કોઈ ખતરો નથી. કિંમતોમાં વધારો એમએસપી અને ખાતર અને ઇંધણ જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે થયો હતો.”



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.