રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ડોક્યુમેન્ટ અપલોડ કરવાની મુદ્દત વધી, આ તારીખ સુધી ડોક્યુમેન્ટ આપી શકાશે


  • Published By :
  • Published Date : 2023-04-25 19:59:01

ખાનગી શાળાઓમાં બાળકોના એડમિશન કરવા ઉત્સુક વાલીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. સરકારે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક આપી છે. જે મુજબ હવે 27 એપ્રિલ સુધી ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરી શકાશે. અત્રે ઉલ્લેખનિય છે RTE અંતર્ગત ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે, પરંતું વાલીઓની રજુઆતના કારણે સરકારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે વધુ એક તક આપી છે.


RTE માટે વધુ એક તક 


રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ પ્રવેશ માટે સમગ્ર રાજ્યમાંથી કુલ 98 હજાર 501 અરજીઓ શિક્ષણવિભાગને મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે. જો કે RTE  14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે. ડોક્યુમેન્ટમાં ક્ષતિને કારણે રિજેક્ટ થયેલી અરજીઓને 27 એપ્રિલ સુધીની વધુ એક તક આપવામાં આવી છે. 


રાજ્યમાં RTEની 83 હજાર બેઠકો 


અત્રે ઉલ્લેખનીય છે કે,  27 એપ્રિલ સુધી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે અને રિજેક્ટ અરજીઓમાં 3 દિવસમાં ફરી ડોક્યુમેન્ટ આપી શકાશે અને 18,993 અરજીઓ કેન્સલ કરવામાં આવી છે. રાજ્યમાં RTE અતર્ગત 83 હજાર બેઠકો છે જેમાં અમદાવાદમાં 11,500 બેઠકો સામે કુલ 17,532 અરજીઓ મળી છે. જ્યારે અમદાવાદમાં RTE અતર્ગત 12,356 અરજીઓ મંજુર કરવામાં આવી છે. અમદાવાદમાં 2,632 અરજીઓ રિજેક્ટ, 2,544 અરજીઓ કેન્સલ થઈ અને આગામી ત્રણ દિવસ રિજેક્ટ અરજીઓના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે.


અમદાવાદમાં શા માટે અરજીઓ ઘટી?


RTE હેઠળ અરજી ઘટવાના મુખ્ય કારણો અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે,અરજી ઘટવાના મુખ્ય કારણો જોવા જઈએ તો પહેલી જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થવા જોઈએ જે બાદ જ તે પ્રવેશ મેળવવા માટે યોગ્ય ગણાશે તેમજ રજિસ્ટર્ડ ભાડા કરાર, આવક મર્યાદા માટે આવકનો દાખલો સહિતના મહત્વના ડોક્યુમેન્ટ ન હોવા સહિતના વિવિધ કારણે અરજી ગત વર્ષની સરખામણીએ ઓછી મળી હોયો તેવું બની શકે. આ વખતે અમદાવાદમાં RTE હેઠળ 17532 અરજીઓ મળી છે જે પૈકી 12356 મંજુર કરવામાં આવી છે. તેમાંથી 2632 જેટલી અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. તેમજ 2544 જેટલી અરજીઓ કેન્સલ પણ થયેલી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.