શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા સડેલા ટામેટાનો ફરી વેપલો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-07-16 16:19:33

દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. સામાન્ય માણસોથી ઠીક અમિરોના રસોડામાંથી પણ ટામેટા ગાયબ થઈ ગયા છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોના શાકભાજી માર્કેટમાં ટામેટા 150 થી 200 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. જો કે હવે લેભાગુ તત્વો સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા પણ શાકબાજી માર્કેટમાં વેચી રહ્યા છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી સડેલા ટામેટા કેરેટમાં ભરતા બે વ્યક્તિ નજરે પડી રહ્યા છે. આમ શાકભાજી માર્કેટમાંથી કચરા પેટીમાં ફેંકવામાં આવેલા ટામેટા ફરીથી કચરા ભરેલા ટ્રેક્ટરમાંથી કેરેટમાં ભરાઇ રહ્યા છે. આવા ટામેટા તમને ગંભીર રીતે બીમાર કરશે તેવું ચોક્કસપણે કહીં શકાય. 


વીડિયો સુરતનો હોવાની આશંકા


ટામેટાના ભાવ વધતા લેભાગુ તત્વો લોકોના આરોગ્યના દુશ્મનો સક્રિય થયા છે. ફેંકી દેવાયેલા ટામેટા ફરી તમને અપાય છે. સડેલા અને કચરામાં ફેંકી દેવાયેલા ટામેટા એકઠા કરી ફરી તેનું શાક માર્કેટમાં વેચાણ કરે છે. આવા ટામેટા તમને ગંભીર બીમાર કરશે તે નક્કી છે.  સુરતમાં સડેલા ટામેટા વેચાતા હોવાનો એક વીડિયોના આધારે પર્દાફાશ થયો છે. સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા આ વીડિયોમાં સડેલા ટામેટા કચરામાંથી વીળીને વેચાણ કરતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. થોડાક પૈસાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ ડુંગળી અને બટાકા કચરામાંથી એકઠા કરવામાં આવતાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે.


સસ્તા ટામેટાથી ભરમાતા નહીં


ટામેટાના ભાવ વધી રહ્યા ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો સસ્તી વસ્તુઓ શોધતાં હોય છે. આ સ્થિતીમાં ફેરિયાઓ તેનો લાભ લઇને લોકોના આરોગ્યની ચિંતા કર્યા વગર જ આ પ્રકારના ચેડાં કરતાં હોય છે. ટામેટા મોંઘા થતાં લોકોને સસ્તા ટામેટા વેચી વધુ નફો મેળવવાની લાલાચમાં અમુક તત્વો આ પ્રકારનું કૃત્ય કરતાં હોય છે. પરંતુ ચોમાસાની સાથે રોગચાળો ફેલાતો હોય છે, આવામાં લોકોએ આવી વસ્તુઓથી સાવચેત રહેવાની જરૂર છે. સરકારે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આ લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માગ ઉઠી રહી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.