વિજયાદશમીના નિમિત્તે Nagpurમાં યોજાયું RSSનું પથસંચલન, દેશવાસીઓને Mohan Bhagwatએ આપ્યો આ સંદેશ.. સાંભળો Manipur વિશે શું બોલ્યા?


  • Published By :
  • Published Date : 2023-10-24 12:35:33

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે આજે એટલે કે દશેરાના દિવસે પોતાના 95મી સ્થાપના દિવસની ઉજવણી કરી છે. ધામધૂમથી આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સંઘના પ્રમુખ મોહન ભાગવતે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે વિશ્વમાં અને ભારતમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ ઈચ્છતા કે ભારત આગળ ન વધે. તેઓ સમાજમાં જૂથબંધી અને અથડામણો ઉભી કરવાનો પ્રયાસ કરે છે. આપણી અજાણતા અને વિશ્વાસના અભાવને કારણે આપણે પણ ક્યારેક તેમાં ફસાઈ જઈએ છીએ જેથી બિનજરૂરી ઉપદ્રવ સર્જાય છે.

   

22 જાન્યુઆરીએ રામ મંદિરનું ઉદ્ધાટન થશે - મોહન ભાગવત 

તે ઉપરાંત પોતાના સંબોધનમાં તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રામ ભગવાનનો ફોટો આપણા બંધારણના પહેલા પેજ પર છે, તેમનું ભવ્ય મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, તેનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થશે. આપણે બધા જઈ શકીશું નહીં, પરંતુ આપણે આપણી આસપાસના મંદિરોમાં જઈ શકીએ છીએ, આપણે દેશમાં ધાર્મિકતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ. આપણે ભારતના અમર યુગને જોઈ રહ્યા છીએ. 2000 વર્ષ સુધી સુખની શોધમાં દુનિયા અનેક પ્રયોગો કરીને થાકી ગઈ. એવી ઘણી બાબતો છે જેના માટે તે કોઈ ઉકેલ શોધી શક્યો નથી. બ્રહ્માંડ વૈવિધ્યસભર બન્યું છે, વૈવિધ્યસભર રહેશે, સ્વાર્થ પણ રહેશે, કટ્ટરવાદ પણ રહેશે.

મણિપુર હિંસા અંગે બોલ્યા મોહન ભાગવત

મણિપુર હિંસાનો પણ ઉલ્લેખ તેમણે પોતાના સંબોધનમાં  કર્યો હતો. 'મણિપુર શાંતિપૂર્ણ હતું, પરસ્પર વિખવાદ અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? શું મણિપુર હિંસા પાછળ સરહદ પારના આતંકવાદીઓ હતા? કોણે Meitei અને Kuki સમુદાયો એકબીજા સામે ઊભા હતા? તે સરહદી વિસ્તાર છે, ત્યાં સંઘર્ષો છે, તેનો ફાયદો કોને? મણિપુર હિંસા બાદ ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓ ત્યાં જઈને બેસી ગયા અને શાંતિ પ્રક્રિયા શરૂ કરવાનો પ્રયાસ કર્યો. આ હિંસા ભડકાવનારા કોણ હતા? જોતાં જ સ્પષ્ટ થાય છે કે આવું થયું નથી, થયું છે. હું સંઘના કાર્યકરોને સલામ કરું છું જેઓ તેમને ઉશ્કેરતી પરિસ્થિતિ પર કામ કરી રહ્યા છે.


મોહન ભાગવતે કર્યું શસ્ત્ર પૂજન

મહત્વનું છે કે આરએસએસના પથસંચલન કાર્યક્રમમાં સિંગર શંકર મહાદેવન હાજર હતા. તે ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસ, નીતિન ગડકરી સહિત અનેક કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર હતા. શંકર મહાદેવન આ ક્રાર્યક્રમના મુખ્યમહેમાન હતા. દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને મોહન ભાગવત દ્વારા પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે