અમદાવાદ RTOનો સપાટો, 700 લાયસન્સ રદ કર્યા, જાણો શું છે કારણ?


  • Published By :
  • Published Date : 2023-02-16 18:00:17

વાહન ચાલક ડ્રાઈવિંગ લાયસન્સ હોવા છતાં પણ જો કોઈ બેફામ ડ્રાઈવિંગ કરેશે તો તેના વિરૂધ્ધ કાર્યવાહી થઈ શકે છે. રસ્તાઓ પર રફ ડ્રાઈવિંગ કરી બીજા લોકો માટે ઘાતક બનતા આવા તત્વો યોગ્ય રીતે ડ્રાઈવિંગ કરે તે માટે આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ  ચલાવવામાં આવી રહી છે. જો  કોઈ વ્યક્તિ બેફામ ડ્રાઈવિંગ કરે છે અને તેની સામે RTOમાં ફરિયાદ કરવામાં આવે છે તો આ વ્યક્તિનું  ડ્રાઈવિંગ લાયસન્સ રદ્દ થઈ શકે છે. અમદાવાદ આરટીઓને લાયસન્સ રદ કરવા માટે અત્યાર સુધીમાં આવી 850 દરખાસ્ત મળી છે.


RTOને મળી 850 જેટલી અરજીઓ 


અમદાવાદ RTO કચેરીમાં લાયસન્સ રદ કરવા માટેની દરખાસ્તો આવી હતી. જેમાં ગુજરાત પોલીસ, રાજસ્થાન પોલીસ, ગોવા પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી દરખાસ્ત મળી છે. અત્યાર સુધીમાં કુલ 850 જેટલી અરજીઓ મળી છે. જેમાંથી 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. લાયસન્સ રદ કરવા પાછળનો મુખ્ય કારણ એ છે કે, હિટ એન્ડ રન કેસ અથવા ફેટલ અકસ્માત જેવા કેસમાં લાયસન્સ રદ કરવામાં આવે છે. ગુજરાત બહારથી પણ અરજીઓ આવી હતી. કારણ કે ગુજરાતમાંથી વાહન બહાર ગયા હોય અને અકસ્માતમાં ફરિયાદ થાય તેવા સંજોગોમાં બહારની પોલીસ દ્વારા લાયસન્સ રદ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં 700થી વધુ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 150 ડ્રાઈવિંગ લાયસન્સ પર સુનાવણી ચાલું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે