વડોદરામાં રૂપાલાની ગુપ્ત બેઠક, દબંગ નેતા મધુશ્રીવાસ્તવને દૂર રખાયા


  • Published By :
  • Published Date : 2022-11-07 09:44:39

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. કોંગ્રેસ અને આપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ ઉમેદવારોને લઈ મનોમંથન કરી રહી છે. કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તે અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રવિવારની મોડી રાત્રે ગુપ્ત બેઠક કરી હતી. એક ફાર્મ હાઉસમાં આ બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં મધુશ્રીવાસ્તવ હાજર ન હતા. જેને લઈ રાજકારણ ગરમાયું છે. 

અડધી રાતે વડોદરામાં મોટી હલચલ, રૂપાલાએ કરી ગુપ્ત બેઠક, દબંગ નેતાને મીટિંગથી દૂર રખાયા

રૂપાલાએ ફરી સેન્સ લીધા હોવાની ચર્ચા  

ચૂંટણી જાહેર થતાં જ  રાજકીય હલચલો જોવા મળી રહી છે. વડોદરામાં મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ગુપ્ત બેઠક કરી હતી. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી રાત્રે અચાનક વડોદરા પહોંચ્યા હતા અને એક બેઠક કરી હતી. આ બેઠક તેમણે ભાજપના વાઘોડિયા બેઠકના દાવેદારો તેમજ હોદ્દેદારો સાથે કરી હતી. પરંતુ નોંધ લેવા જેવી વાત એ છે કે આ બેઠકમાં દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ હાજર ન હતા. આ મિટીંગથી શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. જેને લઈ અનેક તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યા છે. 

Madhu Srivastava is considered the Dabangg leader of Gujarat | Gujarat  assembly elections 2022 | Madhu Srivastava history | news mt Gujarat  Elections: મધુ શ્રીવાસ્તવ ગણાય છે ગુજરાતના દબંગ નેતા, જાણો તેમની

બેઠકમાં ન બોલાવાયા વાઘોડિયાના ધારાસભ્યને  

ઉમેદવારને મેદાનમાં ઉતારતા પેહલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ત્યારે રૂપાલાની આ બેઠકને લઈ એવું માનવામાં આવી રહ્યું છે કે વાઘોડિયામાં પરષોત્તમ રૂપાલાએ સેન્સ લીધી છે. પરંતુ મધુશ્રીવાસ્તવને આ બેઠકથી દૂર રખાતા તેમનું પત્તુ કપાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.           



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે