Rajkot DRD મિટિંગમાં પહોંચેલા રુપાલાએ પત્રકારોને કહ્યું કે, મંત્રીપદમાંથી કેમ તેમનું પત્તુ કપાયું? જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-06-14 18:24:06

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએ સરકારના મંત્રીમંડળે શપથ લઈ લીધા છે. કુલ 71 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા પરંતુ એમાં રાજકોટના સાંસદ અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા પરશોત્તમ રૂપાલાનું નામ સામેલ નથી.જાણકારો કહે છે કે રૂપાલાને ક્ષત્રિયોનું આંદોલન નડી ગયું...


ક્ષત્રિય આંદોલનને કારણે કપાયું રૂપાલાનું મંત્રીમંડળમાં સ્થાન? 

લોકસભાની ચૂંટણીટાણે પરષોત્તમ રુપાલાએ રાજા રાજવીઓ પર કરેલી ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો... અને ટિકિટ ન કપાતા ક્ષત્રિયોએ ભાજપના વિરોધમાં પણ આંદોલન ચલાવ્યું....જો કે રુપાલાને મંત્રી પદ કેમ ન મળ્યું એ સવાલ બહુ જ ચર્ચામાં છે... તો આ મામલે એક મત સ્પષ્ટ પણે એવું કહે છે કે છે કે ક્ષત્રિયોના આંદોલનને કારણે જ રૂપાલાને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા નથી.... જ્યારે રૂપાલાના નિવેદન અંગે વિવાદ થયો અને ક્ષત્રિયોએ તેમને રાજકોટના ઉમેદવાર તરીકે હઠાવવાની માગ કરી ત્યારે તેઓ દિલ્હી ગયા હતા. 


એવું લાગતું હતું કે મંત્રી પદ મળશે પરંતુ.. 

તે વખતે અંદરખાને એક એવી વાત ચર્ચાઈ હતી કે રુપાલા સાહેબે દિલ્લીથી આવીને કહ્યું કે, જો મારે કારણે પક્ષને નુકસાન થતું હોય તો હું હટવા તૈયાર છું.' પરંતુ નરેન્દ્ર મોદીએ તેમનામાં વિશ્વાસ મૂક્યો અને ચૂંટણી માટેનું ઉમેદવારીપત્રક ભરવા કહ્યું. તે વખતે લાગતું હતું કે તેમને મંત્રીપદ મળશે પણ એવું થયું નથી.... મંત્રી પદ ન મળતા એવી ચર્ચા છે કે, ભાજપે હવે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ નુકસાન થતું બચવા માટે આ પગલું ભર્યું છે. 


એક મત એવું પણ માને છે કે... 

જો કે,એક મત એવું પણ કહે છે કે, હાલની મોદીના નેતૃત્વ હેઠળનો ભાજપ કેન્દ્રમાં એનડીએની ગઠબંધન સરકાર બનાવે છે એટલે આ વખતનાં જે ઘટક પક્ષો છે એમને મંત્રીપદ આપવાં પડે. એટલે સ્વાભાવિક છે કે જે કોઈ મંત્રીઓ ઓછા થવાના છે એ ભારતીય જનતા પાર્ટીના થવાના છે. એટલે ભાજપના મંત્રીઓ પર કાપ મૂકવો પડે એ મૂકવો પડે એટલે રુપાલાનું પત્તુ કપાયું... પણ પરષોત્તમ રુપાલા આજે રાજકોટ પહોંચ્યા હતા... જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે એમની બેઠક યોજાઈ હતી.. 



જ્યારે પરષોત્તમ રૂપાલાને પૂછવામાં આવ્યું કે..

જિલ્લા પંચાયતની DRDની મિટિંગ પહોંચ્યા હતા સાંસદ પરષોત્તમ રુપાલા... ત્યાં તેમને સવાલ પૂછવામાં આવ્યો કે મંત્રીપદમાંથી પત્તુ કપાયું શું કહેશો. જવાબ આપતા તેમણે કહ્યું કે આમાં એવું કંઈ છે જ નહીં.. મંત્રીપદ આપવું કે ના આપવું તેના કોઈ કારણો ના હોય. પક્ષ અને વડાપ્રધાને જે નિર્ણય લીધો હશે તે યોગ્ય જ હશે હું તેનું સ્વાગત કરૂં છું અને તે નિર્ણય મને સ્વીકાર્ય છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે